ગુજરાત

gujarat

ETV Bharat / business

મૂડીઝે ભારતનું રેટિંગ ઘટાડ્યું, આઉટલુક સ્થિરથી બદલાવી નેગેટિવ કર્યું - મૂડીઝે ભારતનું રેટિંગ

મૂડીઝે વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે, રેટિંગ ઘટાડવું સંપૂર્ણ પણે કોવિડ-19ની વિનાશક અસરોથી પ્રભાવિત જ નહીં પણ તેની પાછળ ઘણા બધા પરિબળો હતા.

મૂડીઝે
મૂડીઝ

By

Published : Jun 1, 2020, 10:37 PM IST

નવી દિલ્હી: મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે 1 જૂનના રોજ ભારતનું રેટિંગ બીએએ 2થી ઘટાડીને બીએએ 3 કર્યું છે અને ભારત માટેનો પોતાનો દૃષ્ટિકોણ સ્થિરથી નેગેટિવમાં બદલી દીધો છે.

મૂડીઝે ભારતની સ્થાનિક ચલણની વરિષ્ઠ અસુરક્ષિત રેટિંગ બીએએ 2થી ઘટાડીને બીએએ 3 અને તેની શોર્ટ ટર્મ લોકલ-કરન્સી રેટિંગ પી-2થી પી-3 કરી છે. મૂડીઝે પણ ભારતનું રેટિંગ ઘટાડ્યું છે અને આઉટલુક સ્થિરથી બદલાવી નેગેટિવ કર્યું છે.

મૂડીઝે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, ભારતની રેટિંગને ઘટાડવાનો નિર્ણય મૂડીઝના એ વિચારને દર્શાવે છે કે, જે દેશની નીતિ નિર્માણ કરતી સંસ્થાઓની એ નીતિઓને લાગુ કરવા તેમની સામે પડકારો આવશે જે અસરકારક રીતે જોખમોને દૂર કરવા ઘટાડવામાં મદદગાર છે.

મૂડીઝ રેટિંગ્સએ અન્ય એન્જસિયો જેવી કે એસએન્ડપી અને ફિચ જેવી અન્ય એજન્સીઓની અનુરૂપ ભારતના રેટિંગ્સને ઘટાડ્યું છે. મૂડીએ ઉલ્લેખ કર્યો છે કે, રેટિંગ ઘટાડવું સંપૂર્ણ પણે કોવિડ-19ની વિનાશક અસરોથી પ્રભાવિત ન જ નહીં, તેની પાછળ ઘણા બધા પરિબળો હતા.

ABOUT THE AUTHOR

...view details