જિનેવાઃ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા જાહેર એક બ્રીફિંગ પેપર અનુસાર, કોવિડ -19 અને તેના નિવારણ માટે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે વિશ્વના અનૌપચારિક અર્થવ્યવસ્થાના કામદારોમાં ગરીબીના સ્તરે 56 ટકાનો વધારો થવાની સંભાવના છે.
ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં, અનૌપચારિક શ્રમિકોમાં ગરીબીનું પ્રમાણ 52 ટકા વધવાનો અંદાજ છે, જ્યારે ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશોમાં આ વૃદ્ધિ 21 ટકાનો અંદાજ છે.
વિશ્વના 2 અબજ અનૌપચારિક અર્થવ્યવસ્થાના શ્રમિકોમાંથી 1.6 અબજ લોકડાઉન અના નિવારણના પગલાથી અસરગ્રસ્ત થયા છે.
મોટા ભાગના શ્રમિકો હાર્ડ-હિટ સેક્ટર અથવા નાના એકમોમાં કામ કરી રહ્યા છે, જે આંચકાથી વધુ સંવેદનશીલ છે. આમાં આવાસ અને ખાદ્ય સેવાઓ, ઉત્પાદન, જથ્થાબંધ અને છૂટક ક્ષેત્રના કામદારો અને શહેરી બજાર માટે ઉત્પાદન કરનારા 500 મિલિયન કરતાં વધુ ખેડૂત સામેલ છે.
અહેવાલમાં જણાવાયું છે કે, ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં મહિલાઓ ખાસ કરીને અસરગ્રસ્ત છે. આ ઉપરાંત આ શ્રમિકોએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કામ કરવાની જરૂર છે. ઘણા દેશોમાં કોવિડ-19ને રોકવાના ઉપાયો સફળતાપૂર્વક લાગૂ કરવામાં આવ્યા નથી.
આઈએલઓનું કહેવું છે કે, દેશોમા એક મલ્ટી-ટ્રેક રણનીતિનું પાલન કરવાની જરૂરિયાત છે, જે મહામારીના આરોગ્ય અને આર્થિક બન્ને પ્રભાવો સાથે સંબધિત કાર્યોની ઘણી પંક્તિઓને જોડે છે.