ઈન્ડિયન ઓઈલના ચેરમેને આ અંગે જણાવ્યું છે કે, વૈકલ્પિક સ્ત્રોતોમાંથી પુરવઠો મેળવવાની વ્યવસ્થા અમે કરી છે. કારણ કે, કોઈ એક દેશ તેની ભરપાઈ નથી કરી શકતો. જેથી વિભિન્ન સ્ત્રોતોમાંથી તેલની પૂર્તિ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઈરાનથી આયાત થતાં તેલની ભરપાઈ કરવાની પૂરતી વ્યવસ્થા અમે કરી લીધી છે.
જાણો ઈરાન પર પ્રતિબંધ બાદ ભારત ક્યાંથી તેલ આયાત કરશે!
નવી દિલ્હી: દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને જણાવ્યું કે, ઈરાનથી તેલ આયાત થતુ બંધ થયું છે, પરંતુ તેથી તેલના વેપાર અને પેટ્રોલિયમ પદાર્થોના પુરવઠા પર કોઈ અસર નહીં થાય. કંપનીએ કહ્યું છે કે, ઈરાનની આયાત થતા તેલની અછતને પુરી કરવા માટે અમેરિકાથી કાચા તેલની આયાત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઈરાન પર અમેરિકી પ્રતિબંધ લાગુ થયા પછી આયાત પર પ્રતિબંધ લાગી ગયો છે. દેશમાં કાચા તેલની જેટલી આયાત થતી હતી, તેના 10માં ભાગની આયાત ઈરાનથી થતી હતી. 31 માર્ચના રોજ સમાપ્ત નાણાકીય વર્ષ 2018-19માં ભારતે ઈરાન પાસેથી કુલ મળીને 2.40 લાખ ટન કાચા તેલની ખરીદી કરી હતી. જેમાંથી 90 લાખ ટન તેલની ખરીદી ઈન્ડિયન ઓઈલ દ્વારા કરવામાં આવી હતી.
અમેરિકા દ્વારા પ્રતિબંધ લાગુ થયા પછી આ મહિનાથી ઈન્ડિયન ઓઈલ અને બીજી ભારતીય રીફાઈનરી કંપનીઓએ ઈરાનથી કાચા તેલની આયાત બંધ કરી દીધી છે. તેની ભરપાઈ માટે IOCએ પહેલીવાર અમેરિકાની બે કંપનીઓ સાથે હસ્તાક્ષર કર્યા છે. તે ઉપરાંત, સાઉદી અરબથી 56 લાખ ટન વાર્ષિક ખરીદી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેથી કંપનીઓને 20 લાખ ટન વધારાની આયાતનો વિકલ્પ પણ મળ્યો છે.