ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારતનો નબળો ઘરેલું વપરાશ આર્થિક વિકાસને ઘટાડશે: મૂડીઝ - curbeconomic

નવી દિલ્હી : મુડીઝે માર્ચ 2020માં પુર્ણ થતાં ચાલુ વર્ષ માટે ભારતના ઘરેલું ઉત્પાદન (GDP)ની વૃદ્ધિનું અનુમાન પહેલા 5.8 ટકા ઘટાડીને 4.9 કર્યુ છે.

etv bharat
etv bharat

By

Published : Dec 16, 2019, 11:56 PM IST

ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે કહ્યું કે, ભારતમાં નબળા ઘરેલું વપરાશ આર્થિક વૃદ્ધિમાં ઘટાડો લાવશે અને તેનાથી ઘણા ક્ષેત્રોને આપવામાં આવતી લોનની ગુણવત્તાને અસર થશે.

મૂડીઝે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના ચાલુ નાંણાકીય વર્ષના આગાહીને ઘટાડીને ચાલુ માર્ચ 2020માં પૂરા થતાં અગાઉના 5.8 ટકાની તુલનાએ 4.9 ટકા કરી હતી. ’મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસના અહેવાલમાં જણાવ્યું કે, આર્થિક વૃદ્ધિને નબળાઇ, ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક સમસ્યાઓના કારણે આ સ્થિતિ સર્જાશે.

ઘરેલું વપરાશ એ ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસનું કરોડરજ્જુ રહ્યું છે. વર્ષ 2018-19માં આ ક્ષેત્રનો (GDP)નો 57 ટકા ભાગ હતો. વિશ્વની અન્ય અર્થવ્યવસ્થાની જેમ, ભારતીય નાણાંકીય વર્ષનો વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ઘટીને 4.5. ટકા થયો છે. પ્રથમ ક્વાર્ટરમાં તે 5 ટકા હતો.

ABOUT THE AUTHOR

...view details