હૈદરાબાદ: આવકવેરા વિભાગે કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2019-2020 માટે નવા આઈટીઆર -1 (ઇ-ફોર્મ) ફાઇલ કરવા માટેની વિન્ડો ખોલી છે.
આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જે ફોર્મ ઉપલબ્ધ છે તે કરદાતાઓને નાણાકીય વર્ષ 2019-2020 માટે સરળતા સાથે ઇનકન ટેક્સ રીટર્ન ફાઇલ કરવામાં મદદ કરશે.
આઇટીઆર-1 ફોર્મ સહજ ફોર્મ તરીકે પણ ઓળખાય છે જે 50 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા કરદાતાઓ માટે છે.
- ચાલો જોઈએ કે આઈટીઆર- 1 કોણ ફાઇલ કરી શકે છે.
- આ રિટર્ન ફોર્મ એ વ્યક્તિ માટે છે જેની નાણાકીય વર્ષ 2019-20 માટેની કુલ આવક શામેલ હોય.
- પગાર / પેન્શનથી આવક
- વ્યક્તિ ભારતનો નિવાસી હોય, NRI આઇટીઆર -1 નો ઉપયોગ કરી શકતા નથી
- વ્યક્તિની કુલ આવક રૂ .50 લાખથી વધુ ન હોવી જોઈએ;
- એક હાઉસ પ્રોપર્ટીથી થતી આવક
- અન્ય સ્રોતમાંથી આવક જેમ કે વ્યાજની આવક
આઇટીઆર 1 ફોર્મનો ઉપયોગ કોણ કરી ન શકે?
- રુપિયા 50 લાખથી વધુની આવક
- જો તમારી પાસે ટેક્સેબલ કેપિટલ ગેઇન(કરપાત્ર મૂડી માંથી લાભ) છે
- જો તમે બિઝનેસ અથવા વ્યવસાયથી આવક મેળવતા હોય
- એક કરતા વધારે ઘરની સંપત્તિથી આવક થવી
- જો કેઇ વ્યક્તિ કંપનીમાં ડિરેક્ટર હોય
- જો તમે નાણાકીય વર્ષ દરમિયાન કોઈપણ સમયે લિસ્ટેડ ઇક્વિટી શેરમાં રોકાણ કર્યું છે
- જે વ્યક્તિ ભારતીય રહેવાસી છે અને ભારતની બહારની સંપત્તિ ધરાવે છે અથવા ભારતની બહાર સ્થિત કોઈપણ ખાતામાં પર સહી કરે છે
- વિદેશી સંપત્તિ અથવા વિદેશી આવક
આ સિવાય, આઈટીઆર -1 ફોર્મમાં કરવામાં આવેલા ફેરફારોની સૂચિ અહીં છે:
- પાર્ટ A હેઠળ, નેચર ઑફ ધ એમ્પલોયમેન્ટ હેઠળ 'પેન્શનર્સ' ચેકબોક્સ રજૂ કરવામાં આવ્યું છે.
- વિભાગ હેઠળ દાખલ રિટર્ન સામાન્ય ફાઇલિંગ વચ્ચે અલગ કરવામાં આવ્યું છે અને નોટિસના જવાબમાં ફાઇલ કરવામાં આવ્યું છે.
- રિટર્ન ફાઇલ અન્ડર સેક્શનને અલગ કરીને નોરમલ ફાઇલિંગ અને ફાઇલ ઇન રિસપોન્સ નોટિસમાં કરવામાં આવ્યું છે.
- પગાર હેઠળની કપાત(ડિડક્શન અન્ડર સેલેરી)ને સ્ટાન્ડર્ડ ડિડકશન, મનોરંજન ભથ્થું અને પ્રોફેશનલ ટેક્સમાં વિભાજિત કરવામાં આવશે.
- કરદાતાએ 'અન્ય સ્રોતમાંથી આવક' હેઠળ આવક મુજબની વિગતવાર માહિતી પ્રદાન કરવી પડશે.
- કુટુંબ પેન્શનની આવકના કિસ્સામાં 'અન્ય સ્રોતમાંથી આવક' હેઠળની કોલમ u/s 57 (iia)માં અલગ કોલમ રજૂ કરવામાં આવશે.
- વરિષ્ઠ નાગરિકો માટે કલમ 80 ટીટીબી કૉલમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવા વધારાના પ્રશ્નો