નવી દિલ્હી: GST સમિતિની બેઠક 12 જૂનના રોજ યોજાશે. સૂત્રોએ આ માહિતી આપી હતી કે, આ સભામાં કોવિડ -19 ના કર બાબતે સમીક્ષા થશે.
સૂત્રો મુજબ આ બેઠકમાં મહામારી સમય કેન્દ્ર અને રાજ્ય પર પડેલી અસર વિશે ચર્ચા કરવામાં આવશે. ટેક્સ સંગ્રહના ખરાબ આંકડાઓ અને રિટર્ન દાખલ કરવાની તારીખ આગળ વધારતા સરકારે એપ્રિલ અને મેં માસના GST સંગ્રહના આંકડા જાહેર નથી કર્યા.
કઉન્સિલની બેઠકોમાં જીએસટી ક્રિયાન્વયનના કારણે રાજ્યોમાં થનાર રાજ્ય નુકસાનની ભરપાઇ કરવા માટે કોશ ભેગા કરવાના ઉપાયો પર પણ ચર્ચા કરવવામાં આવશે.14 માર્ચે મળેલી જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠકમાં સીતારામને કહ્યું હતું કે, જીએસટી કાઉન્સિલ દ્વારા વળતરની આવશ્યકતાને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર બજારમાંથી દેવું વધારવાની કાનૂની આવશ્યકતાઓ પર ધ્યાન આપશે.
જીએસટી અધિનિયમ હેઠળ રાજ્યોને જીએસટીના અમલીકરણના પ્રથમ પાંચ વર્ષ સુધીના મહેસૂલની ખોટની ભરપાઇ કરવાની બાંયધરી આપવામાં આવી છે. વળતરની ગણતરી વર્ષ 2015-16 પર રાજ્યોના જીએસટી સંગ્રહમાં વાર્ષિક 14 ટકા વધારાના અંદાજના આધારે કરવામાં આવે છે.