નવી દિલ્હીઃ નાણાંપ્રધાને કહ્યું કે, "આ વાસ્તવિકતા છે. પણ અમે ખાતરી આપીશું કે જે લોકો પોતાની મહેનત કંપની બનાવી છે, એ કંપનીઓને એવા હાથમાં નહીં જવા દઈએ જેઓ તકની રાહની જોઈને બેઠા છે."
ભારતીય કંપનીઓનું ઓછી કિંમતમાં અધિગ્રહણ નહીં થવા દઈએઃ સીતારમણ - FM
કોવિડ -19ને કારણે લાગુ પડેલા લોકડાઉનને લીધે ઘટતી માંગને કારણે વિશ્વભરમાં ઉદ્યોગોને અસર થઈ છે.
ભારતીય કંપનીઓનું ઓછી કિંમતમાં અધિગ્રહણ નહીં થવા દઈએઃ સીતારમણ
સીતારમણે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, "આ જ કારણ છે જેનાથી આપણે ચિંતિત છીએ. અમે ચોક્કસપણે કંઇક કરીશું જેથી ભારતીય ઉદ્યોગોને કોઈ ઓછી કિંમતે હસ્તગત ન કરી શકાય. અમે ઇચ્છીએ છીએ કે બધું સામાન્ય રહે અને ત્યારબાદ ઉદ્યોગ ધંધા સામાન્ય રીતે ચાલે."