ગુજરાત

gujarat

ETV Bharat / business

EPFOએ મહત્તમ ડેથ ઇન્સ્યુરન્સ કવર 7 લાખ રૂપિયા સુધી વધાર્યો: વિગતો જાણો - Minimum and maximum

ર્મચારીઓની પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ કોવિડ -19થી મૃત્યુની વધતી સંખ્યા વચ્ચે, તેના કર્મચારીઓની ડિપોઝિટ-લિંક્ડ વીમા (EDLI) યોજનાના ગ્રાહકો માટે લઘુતમ અને મહત્તમ મૃત્યુ વીમાની રકમમાં વધારો કર્યો છે.

rsssss
EPFOએ મહત્તમ ડેથ ઇન્સ્યુરન્સ કવર 7 લાખ રૂપિયા સુધી વધાર્યો: વિગતો જાણો

By

Published : May 20, 2021, 1:42 PM IST

  • EPFO વીમા કવચની રકમ વધારવામાં આવી
  • 3 વર્ષ માટે અસરકારક રહેશે
  • નવી મર્યાદા 28 એપ્રિલ, 2021થી શરૂ થશે

નવી દિલ્હી: કર્મચારીઓની પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ કોવિડ -19થી મૃત્યુની વધતી સંખ્યા વચ્ચે, તેના કર્મચારીઓની ડિપોઝિટ-લિંક્ડ વીમા (EDLI) યોજનાના ગ્રાહકો માટે લઘુતમ અને મહત્તમ મૃત્યુ વીમાની રકમમાં વધારો કર્યો છે.

વીમાનું કવચ વધારવામાં આવ્યું

EPFO દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ગેઝેટની સૂચના મુજબ, ઓછામાં ઓછું વીમાનું કવચ વધારીને રૂપિયા2 લાખ અને રૂપિયા 6 લાખની અગાઉની મર્યાદા વધારીને સાત લાખ રુપિયા કરવામાં આવી છે. આમ, લઘુતમ રૂપિયા 2 લાખ અને મહત્તમ રૂપિયા 7 લાખ કરી દેવામાં આવી છે. ગેઝેટ મુજબ, આ નવી મર્યાદા 28 એપ્રિલ, 2021થી શરૂ થતાં ત્રણ વર્ષ માટે અસરકારક રહેશે.

કર્મચારીઓની ડિપોઝિટ-લિંક્ડ ઇન્સ્યુરન્સ યોજના શું છે?

કેન્દ્ર સરકારે કર્મચારીઓની ડિપોઝિટ લિંક્ડ વીમા યોજના 1976માં ખાનગી ક્ષેત્રના કર્મચારીના મૃત્યુની ઘટનામાં તેના પરિવારને આર્થિક રાહત આપવા માટે શરૂ કરી હતી. આ યોજનામાં EPFOના બધા સક્રિય સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વીમા કવર મેળવવા માટે, કર્મચારીઓને કોઈ રકમ ફાળવવાની જરૂર નથી. જો કે, યોજનાની વિગતો અનુસાર, એમ્પ્લોયરને નજીવી રકમ ચૂકવવી પડશે.

આ પણ વાંચો : સરકારે 3301.92 કરોડની સેસ વસૂલી, કામદારો પાછળ માત્ર 1356.64 કરોડનો જ ખર્ચ કર્યો

તમામ સંસ્થાઓ માટે ફરજિયાત નથી.

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ, 1952 કેટલીક સંસ્થાઓને આ યોજનામાંથી બહાર નીકળવાની મંજૂરી આપે છે જો કોઈ સંસ્થા તેમના કર્મચારીઓ માટે જીવન વીમા પોલીસીની પસંદગી અન્ય વીમા કંપનીઓ પાસેથી કરે છે .સામાન્ય રીતે, જે કંપનીઓ કે જેઓ ગ્રુપ ટર્મ વીમા યોજનાઓને પસંદ કરે છે. તેઓ આ EDLI યોજનામાંથી બહાર નીકળી જાય છે. એક અંદાજ મુજબ, ઇપીએફઓના 5 કરોડ સક્રિય ગ્રાહકોમાંથી 20 લાખથી વધુ EDLI સબ્સ્ક્રાઇબર્સ છે.

EDLI યોજના કેવી રીતે કાર્ય કરે છે?

જે કર્મચારીઓને દર મહિને 15,000 રૂપિયાથી નીચેનો મૂળભૂત પગાર મળે છે, તેઓ EDLI યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. યોજનાની જોગવાઈઓ અનુસાર, એમ્પ્લોયરનું ફાળો મૂળભૂત પગારના 0.5 ટકા અથવા દર મહિને કર્મચારી દીઠ મહત્તમ રૂપિયા75 ફાળો હોવો જોઈએ. EDLI ગ્રાહકના મૃત્યુની ઘટનામાં, કુટુંબના સભ્યોને ગ્રાહકના માસિક વેતન પર આધારીત ખાતરીપૂર્વકની નાણાકીય લાભ પ્રાપ્ત થાય છે, જેમાં સભ્યના ભાવિ ભંડોળના ખાતામાં મૂળભૂત પ્લસ મોંઘવારી ભથ્થું અને સરેરાશ બેલેન્સ શામેલ કરાયા છે. સુધારેલી માર્ગદર્શિકા મુજબ, ગ્રાહકના આશ્રિતોને 2.5 લાખથી 7 લાખ રૂપિયાની રકમ મળશે.

કાનૂની વારસદાર રકમનો દાવો કરી શકે છે

નોંધનીય છે કે, યોજનાનાં લાભો ત્યારે જ લાગુ થાય છે જ્યારે ગ્રાહક મૃત્યુના મહિના પહેલાના 12 મહિનાના સતત સમયગાળા માટે કામગીરી હોવા જરુરી છે. આ 12-મહિનાના સમયગાળા દરમિયાન સ્થાપનાના કોઈપણ પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details