નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારામણે રવિવારે કહ્યું કે, આર્થિક પ્રોત્સાહનના પેકેજના પાંચમા અને અંતિમ હપ્તામાં ફક્ત સુધારા પર ભાર મુકવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, આ હપ્તામાં મનરેગા, આરોગ્ય અને શિક્ષણ, વ્યવસાય, કંપની અધિનિયમના ગુનાહિત ઉલ્લંઘન, ધંધામાં સરળતા, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને રાજ્ય સરકારો સંબંધિત સંસાધનો પર ધ્યાન આપવામાં આવ્યું છે.
રિઝર્વ બેન્કના નાણાકીય પગલાં, માર્ચ સરકારની ઘોષણાઓ અને પાંચ હપ્તા સહિતના સ્ટીમ્યુલસ પેકેજનું કદ 20,97,053 કરોડ રૂપિયા છે.
આ મહિને જારી કરાયેલા પ્રોત્સાહન પેકેજના પ્રથમ હપ્તામાં રૂપિયા 5.94 લાખ કરોડ, બીજા હપતા રૂપિયા 3.10 લાખ કરોડ, ત્રીજી હપ્તામાં રૂપિયા 1.50 લાખ કરોડ અને ચોથા અને પાંચમા હપ્તામાં રૂપિયા 48,100 કરોડની જાહેરાત કરવામાં આવી છે.
20 લાખ કરોડના આર્થિક પેકેજમાં રિઝર્વ બેન્ક દ્વારા પૂરા પાડવામાં આવેલા 8.01 લાખ કરોડ રૂપિયાની પ્રવાહિતા અને માર્ચમાં આપવામાં આવેલા રૂપિયા 1.92 લાખ કરોડના પેકેજનો સમાવેશ છે.
નાણા પ્રધાને આજે 20 લાખ કરોડના પુરા લેખા-જોખા આપ્યા
- રાહત પેકેજ પાર્ટ 1- 5,94,550 કરોડ
- રાહત પેકેજ પાર્ટ 2- 3,10,000 કરોડ
- રાહત પેકેજ પાર્ટ 3- 1,50,000 કરોડ
- રાહત પેકેજ પાર્ટ 4 અને 5- 48,100 કરોડ
- રાહત પેકેજના કુલ- 11,02,650 કરોડ
- પહેલાની જાહેરાતો- 1,92,800 કરોડ
- RBIની જાહેરાતો- 8,01,603 કરોડ
- પહેલાની જાહેરાતો અને RBIના કુલ- 9,94,403 કરોડ
- રાહત પેકેજ અને બધી જ જાહેરાતો મળીને કુલ- 20,97,053 કરોડ