નવી દિલ્હી: નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યાં છે. એમાં પણ ડીઝલના ભાવ પેટ્રોલ કરતાં પણ વધ્યા છે. દિલ્હીમાં ગુરુવારે ડીઝલનો ભાવ પ્રતિ લિટર 80 રૂપિયાને પાર કરી ગયો હતો.
સતત 19માં દિવસે ભાવ વધારા બાદ દિલ્હીમાં ડીઝલ 80 રૂપિયાને પાર - businessnews
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યાં છે. એમાં પણ ડીઝલના ભાવ પેટ્રોલ કરતાં પણ વધ્યા છે. દિલ્હીમાં ગુરુવારે ડીઝલનો ભાવ પ્રતિ લિટર 80 રૂપિયાને પાર કરી ગયો હતો.
etv bharat
આ અગાઉ આવુ ક્યારેય બન્યું નથી કે ડીઝલનો ભાવ પેટ્રોલના ભાવ કરતાં વધારે થયો હોય. દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 79.92 રૂપિયા છે, જ્યારે ડીઝલનો પ્રતિ લિટર ભાવ 80.02 રૂપિયા હતો.
ઈંધણ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા ભાવ અનુસાર સતત 19 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. બુધવારે પેટ્રોલ 79.76 રૂપિયા અને ડીઝલ 79.88 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ હતો.