ચેન્નાઈ: કોરોના વાઈરસ રોગચાળા દ્વારા ઉભા કરવામાં આવેલા નાણાકીય પડકારોની સમીક્ષા કરવા અને આગામી સમયમાં પરિસ્થિતિમાં સુધારો લાવવાના ઉપાયો સૂચવવા માટે ભારતીય રિઝર્વ બેંક(RBI)ના પૂર્વ ગવર્નર સી. રંગરાજનની આગેવાની હેઠળની તમિલનાડુ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
સરકારના આદેશ મુજબ નાણા સચિવ એસ કૃષ્ણનને પણ આ સમિતિમાં સામેલ કરવામાં આવશે. સમિતિ ત્રણ મહિનામાં સરકારને પોતાનો અહેવાલ રજૂ કરશે. આ સમિતિમાં કુલ 21 સભ્યો છે.
આ સમિતિ રાજ્યના અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો પર કોરોના વાઈરસની તાત્કાલિક અને મધ્યમ ગાળાની અસરોની આકારણી કરશે. જેમાં લોકડાઉન અને લોકો વચ્ચે પરસ્પર અંતર અને સલામતી માટેના અન્ય પગલાને લીધે થતી અસર અને વધારાના ખર્ચનો સમાવેશ થાય છે.