ગુજરાત

gujarat

ETV Bharat / business

PM-CARES Fundમાં ડોનેટ કરી શકે છે કંપનીઓ, દાનની રકમને CSR ખર્ચ માનવામાં આવશે : નાણાપ્રધાન - pm cares

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રવિવારે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. દેશમાં કોરોના વાઇરસને ફેલાવતો અટકાવવા સરકાર પ્રયાસ કરી રહી છે.

નાણાપ્રધાન
નાણાપ્રધાન

By

Published : Mar 29, 2020, 11:33 PM IST

નવી દિલ્હીઃ સરકારે કહ્યુ છે કે કંપનીઓ દ્ધારા પીએમ કેયર્સ ફંડમાં યોગદાનને કંપની કાયદા હેઠળ કોર્પોરેટ સામાજિક દાયિત્વ ખર્ચ માનવામાં આવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રવિવારે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. દેશમાં કોરોના વાઇરસને ફેલાવતો અટકાવવા સરકાર પ્રયાસ કરી રહી છે.

કંપની કાયદા હેઠળ કેટલીક નિશ્વિત શ્રેણીનો નફો કમાનારી કંપનીઓને પોતાના ત્રણ વર્ષના સરેરાશ શુદ્ધ નફાના બે ટકા એક વર્ષમાં સીએસઆર ગતિવિધિઓ પર ખર્ચ કરવાનો હોય છે. સીતારમણે ટ્વિટ કરી જણાવ્યું કે, પીએમ કેયર્સમાં કરવામાં આવેલા કોઇ પણ યોગદાનને સીએસઆર ખરચ માનવામાં આવશે. કોર્પોરેટ મામલાના મંત્રાલયે જાહેર કર્યું છે કે કંપનીઓ દ્ધારા દાન કરવામાં આવેલી રકમ તેમની સીએસઆર ગતિવિધિ માનવામાં આવશે.

સરકારે ઇમરજન્સી સ્થિતિમાં પીએમ કેયર્સ ફંડ બનાવ્યું છે. આ ફંડ કોરોના વાયરસ જેવી કોઇ પણ ઇમરજન્સી સ્થિતિમાં મદદ આપવાનું કામ કરશે.

ABOUT THE AUTHOR

...view details