ગુજરાત

gujarat

ETV Bharat / business

ચીનનો કમોડિટી એક્સપોર્ટ ચાલુ વર્ષે 33.1 બિલિયન ડૉલર સુધી ઘટે તેવી શક્યતા

ચીનનો કમોડિટી એક્સપોર્ટ ચાલુ વર્ષે 33.1 બિલિયન ડૉલર સુધી ઘટે તેવી શક્યતા છે. ચીન દુનિયાની વસ્તુઓનો 5મો ભાગ નિકાસ કરે છે. જેના કારણે ચીનની નિકાસમાં ઘટાડાની અસર થતાં પ્રાથમિક ચીજ વસ્તુના ઉત્પાદનમાં પણ અસર થશે.

Commodity exports to China
Commodity exports to China

By

Published : May 31, 2020, 11:09 PM IST

બેઈઝિંગઃ ચીનની વૈશ્વિક નિકાસમાં 15.5 બિલિયન ડૉલરના ઘટાડા સાથે 33.1 બિલિયન ડૉલર થવાની શક્યતા છે. નવા UNCTADના રિપોર્ટ મુજબ કોરોના વાઇરસની મહામારીના કારણે વાર્ષિક વૃદ્ધિમાં 46 ટકા સુધીનો ઘટાડો થયો છે.

આ તારણો અર્થતંત્ર માટે ચિંતાજનક છે. કારણ કે, ચીની અર્થતંત્ર ઈલેક્ટ્રીક ઉત્પાદનો, ખાદ્ય પદાર્થો જેવી પ્રાથમિક ચીજ-વસ્તુની નિકાસ પર આધાર રાખે છે. કેટલાક વિકાસશીલ દેશો UNCTADના આંકડા ચીજ-વસ્તુ પર આધાર રાખે છે. કમોડિટી નિકાસ પર આધારિત વિકાસશીલ દેશોનો માટે 2.9 બિલિયન ડૉલરથી 7.9 બિલિયન વચ્ચે રહે તેવી શક્યતા છે. જે વાર્ષિક વિકાસ દરની સરખામણીમાં 9 ટકા ઓછો છે.

ચીન દુનિયામાં થતી નિકાસમાં લગભગ 20 ટકાનો હિસ્સો ધરાવે છે. આયાતમાં ઘટાડો થવાથી પ્રાથમિક વસ્તુના ઉત્પાદકોમાં પણ મોટી અસર થશે.

ABOUT THE AUTHOR

...view details