નવી દિલ્હીઃ કોરોના સંકટની મુશ્કેલી વચ્ચે અર્થવ્યવસ્થાના પાટા પર લાવવા માટે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજ સંબંધિત પાંચમા અને અંતિમ હપ્તાની જાહેરાત કરી છે. નાણાપ્રધાને કહ્યું કે, કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ (2020-21) માટે રાજ્યની કુલ દેવાની મર્યાદા વધારીને પાંચ ટકા કરવાની જાહેરાત કરી છે. હમણાં સુધી રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદન (જીએસડીપી)ના ત્રણ ટકા સુધી લોન લઈ શકતા હતાં. આ પગલાથી રાજ્યોને 4.28 લાખ કરોડનું વધારાનું ભંડોળ મળશે.
નાણા પ્રધાન કહ્યું કે, સરકારે પાછા ફરી રહેલા પ્રવાસી મજૂરો માટે રોજગારના વધારે અવસર પેદા કરવા માટે મનરેગા યોજનાના બજેટના 61 હજાર કરોડ રૂપિયાથી વધારાના 40 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત હાલની ટેકનિકનો ઉપયોગ કર્યો અને એટલા માટે રોકડની ડાયેરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરી શક્યા. 2,000 રૂપિયાની એકવાર રોડક ટ્રાન્સફર 8.19 કરોડ ખેડૂતો સુધી પહોંચી છે, અને આનો કુલ ખર્ચ 16,394 કરોડ છે.