ગુજરાત

gujarat

ETV Bharat / business

કોવિડ સંકટમાં દેવાની જાળ માંથી બચવા અપનાવો આ સરળ ક્રેડિટ કાર્ડ ટીપ્સ - ક્રેડિટ કાર્ડનું દેવું

કોરોનાના મુશ્કેલ સમયમાં નોકરી જવી, પગાર કાપ, પગાર ચુકવણીમાં વિલંબ વગેરેને લીધે, ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવું એ દરેક માટે એક સરળ વિકલ્પ બની ગયું છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે ક્રેડિટ કાર્ડ સાથે ખર્ચ કરવાનું ટાળવું જોઈએ. કેટલીક ટીપ્સ માટે આગળ વાંચો.

ક્રેડિટ કાર્ડ ટીપ્સ
ક્રેડિટ કાર્ડ ટીપ્સ

By

Published : Jul 6, 2020, 6:03 PM IST

હૈદરાબાદ: આમ તો ક્રેડિટ કાર્ડ ચુકવણીની એક લોકપ્રિય પદ્ધતિ છે, કોવિડ -19 ના સમયમાં તેનો ઉપયોગ કરવો એ જોખમી બાબત છે અને જો તેનો કાળજીપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો તે તમને દેવાની જાળમાં ધકેલી શકે છે.

નીચે કેટલીક મહત્વપૂર્ણ ક્રેડિટ કાર્ડ વપરાશ ટીપ્સ વાંચો જે તમને આ મુશ્કેલીવાળા સમયમાં સ્વસ્થ નાણાકીય સ્થિતિમાં રહેવામાં સહાય કરશે.

તમારા બધા ક્રેડિટ કાર્ડનું દેવું એક સાથે જુઓ

આ અસ્થિર સમયમાં શ્રેષ્ઠ વિકલ્પ તમારા બધા ક્રેડિટ કાર્ડની ચૂકવણીને એકત્રીકરણ કરો. જો તમારી પાસે સારો ક્રેડિટ સ્કોર છે, તો મોટા ભાગના ઋણદાતા તમને ઓછી વ્યાજવાળી વ્યક્તિગત લોન આપશે.

જો તમે લોન સ્થગિત કરવાનો વિકલ્પ પસંદ કર્યો નથી અને તમારી આવક કરતા ઓછું દેવું છે, તો તમે સરળતાથી વ્યક્તિગત લોન મેળવી શકો છો.

આ સિવાય, અન્ય ક્રેડિટ કાર્ડ પરની લોનને એકીકૃત કરવામાં પણ બેન્કો મદદ કરશે, જો તમારી પાસે સારી ક્રેડિટ સ્કોર હોય અને ક્લિન પેમેન્ટ ટ્રેક રેકોર્ડ પણ હોય.

ઇએમઆઈમાં ફેરફારના વિકલ્પમાં ન ફસો

જ્યારે તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને મોટી ખરીદી કરો છો, તમે તરત જ ઇએમઆઈ યોજનામાં રૂપાંતર કરવાનું પસંદ કરવા માટે બેન્કો તરફથી કોલ પ્રાપ્ત કરશો.

જો કે તમને આ એક સારો વિકલ્પ લાગશે, પણ તેમ આવું કરશો નહીં. આ વિકલ્પ 'પ્રક્રિયા ફી' અને 'ઉચ્ચ વ્યાજ' દર ધરાવે છે.

જ્યાં સુધી તમે ઇએમઆઈ ચુકવણી નહીં કરો, ત્યાં સુધી તમારી ક્રેડિટ કાર્ડની મર્યાદા અવરોધિત રહેશે. તમે વાસ્તવિક કિંમત કરતાં વધુ ચૂકવણી કરીશો.

દર મહિને તમારા ક્રેડિટ કાર્ડ બિલ તપાસો

આ એક સામાન્ય અભ્યાસ છે જેને તમારે અનુસરવી જોઈએ.

તેમા છુપાયેલા ચાર્જ, પ્રોસેસિંગ ફી, વીમા પ્રીમિયમ વગેરે માટે વધારાનો ચાર્જ લેવામાં આવ્યો છે કે કેમ તે શોધવા માટે, બિલની તપાસ કરવી જોઈએ.

જો તમને આવું કાંઇક મળે છે, તો તાત્કાલિક તમારી બેન્કનો સંપર્ક કરો અને તેમને કોઈ પણ અધિકૃતતા વગર કોઈપણ શુલ્ક ન લેવાની સૂચના આપો.

હમણા ખરીદી અને પછીથી ચૂકવણી કરવાની માનસિકતામાંથી બહાર નીકળો

તમારા ક્રેડિટ કાર્ડમાંથી દરેક વસ્તુ ખરીદશો નહીં. તે સાર્વત્રિક સત્ય છે કે લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદી કરે છે.

હમણાં ખરીદવાનો વિચાર, પાછળથી ચૂકવણીથી કોઈપણ ગ્રાહકને વધારાની ખરીદીમાં જોડાવવા માટે લલચાય છે. હમણાં જ, કરિયાણાની ખરીદી સિવાય, કોઈ ગેજેટ, કપડા અથવા અન્ય કોઈ વસ્તુ જરૂરી ન થાય ત્યાં સુધી ખર્ચ ન કરો.

હમણાં ખરીદવાનો વિચાર અને પછીથી ચૂકવણીથી કોઈપણ ગ્રાહક વધારાની ખરીદી કરવામાં લલચાય છે. હમણાં જ, કરિયાણાની ખરીદી સિવાય, કોઈ ગેજેટ, કપડા અથવા અન્ય કોઈ વસ્તુ જરૂરી ન થાય ત્યાં સુધી ખર્ચ ન કરો.

યાદ રાખો કે આ મુશ્કેલ સમય લાંબો સમય ટકી શકે છે અને તમારી કંપનીએ તમને આજીવન નોકરીનું વચન આપ્યું નથી.

તેથી તમારા આવકના સ્રોત પર વધુ આધાર રાખ્યા વગર તમે જે સરળતાથી ચૂકવી શકો છો તેટલો જ ખર્ચ કરો.

લોન સ્થગિત કરવાથી તમને ખૂબ મદદ થશે નહીં

શરૂઆતમાં આરબીઆઈએ 3 મહિના માટે લોન અને ક્રેડિટ કાર્ડની ચુકવણી પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ વધતા જતા કેસોની સાથે, 3 મહિના વધારી અને ઓગસ્ટ 2020 સુધી લંબાવી દેવામાં આવ્યો હતો.

સ્થગિત વિકલ્પ પસંદ કરવાથી તમારા ક્રેડિટ સ્કોર પર વધુ અસર નહીં પડે, પરંતુ લોકડાઉન પછી તમારી પાસે એક મોટી રકમ અને વ્યાજ ચાર્જ બાકી રહેશે.

તેથી જો તમે સરળતાથી તમારા ક્રેડિટ કાર્ડ બેલેન્સની ચૂકવણી કરી શકો છો, ત્યાં સુધી તમારી પાસે નિયંત્રિત કરવા માટે અન્ય કટોકટી ખર્ચ ન હોય ત્યાં સુધી લોન હપ્તાને સ્થગિત કરવાનો વિકલ્પ પસંદ કરવાનું ટાળો.

તમારું ક્રેડિટ કાર્ડ ગુમાવશો નહીં

તમારે આ સમયમાં ખૂબ જાગૃત રહેવાની જરૂર છે કારણ કે તમને તમારું ક્રેડિટ કાર્ડ સહેલાઇથી નહીં મળે. બેંકો ન્યૂનતમ કર્મચારીઓ સાથે કામ કરી રહી છે. તેથી તમારા કાર્ડને ખૂબ કાળજીપૂર્વક હેન્ડલ કરો.

રિવોર્ડ પોઇન્ટનો ઉપયોગ કરો

બેન્કો સામાન્ય રીતે રિવોર્ડ પોઇન્ટના બદલામાં કુપન્સ અને ડિસ્કાઉન્ટ આપે છે. તમે તમારી બેન્કની નેટ બેન્કિંગ વેબસાઇટ દ્વારા સરળતાથી તમારા રિવોર્ડ પોઇન્ટને ચકાસી શકો છો. તમે આવશ્યક વસ્તુઓ ખરીદવા માટે ઇનામ પોઇન્ટનો ઉપયોગ કરી શકો છો.

તમારી આર્થિક સુખાકારી માટે ઉપર જણાવેલી ટીપ્સનું પાલન કરી શકો છો. ખાતરી કરો કે તેનું પાલન કરી અને તમારા નબળા નાણાકીય સંચાલનને તમારી ભાવિ આર્થિક અસરો પર ક્યારેય અસર થવા નહીં દો.

(લેખક- વિરલ ભટ્ટ, વ્યક્તિગત નાણાં વિશેષજ્ઞ)

(ડિસ્કલેમર: ઉપર વ્યક્ત કરેલા મંતવ્યો, ઇટીવી ભારત અથવા તેના સંચાલનને ધ્યાનમાં રાખીને લેખકના વ્યક્તિગત મંતવ્યો છે. જો તમારી પાસે પર્સનલ ફાઇનાન્સથી સંબંધિત કોઈ પ્રશ્નો છે, તો અમે કોઈ નિષ્ણાત દ્વારા જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. businessdesk@etvbharat.com પર સંપર્ક કરો.)

ABOUT THE AUTHOR

...view details