સોનાની આયાત માર્ચમાં 31.22 ટકા વધી 3.27 અબજ ડૉલર થઈ છે. કાચા તેલની આયાત 5.55 ટકા વધી 11.75 અબજ ડૉલર થઈ છે. નાણાકીય વર્ષ 2018-19માં આયાત 8.99 ટકા વધી 507.44 અબજ ડૉલર થઈ છે. નાણાકીય વર્ષ દરમિયાન વેપાર ખાદ્ય વધીને 176.42 અબજ ડૉલર રહી હતી. જે 2017-18માં 162 અબજ ડૉલર હતી.
આનંદો…ભારતની નિકાસ 11 ટકા વધી રેકોર્ડ ઊંચાઈએ પહોંચી - INDIA
નવી દિલ્હી: દેશની નિકાસમાં સારો એવો વધારો નોંધાયો છે. માર્ચમાં નિકાસ 11 ટકા વધી 32.55 અબજ ડૉલર થઈ છે. જેમાં ઓકટોબર-2018 પછી અત્યાર સુધીની નિકાસમાં સૌથી મોટી માસિક વધારો થયો છે. માર્ચમાં આયાત પણ 1.44 ટકા વધી 43.44 અબજ ડૉલર રહી છે. જો કે આ દરમિયાન વેપાર ખાદ્ય ઘટી છે અને તે 10.89 અબજ ડૉલર પર આવી ગઈ છે. જે માર્ચ 2018માં 13.51 અબજ ડૉલર હતી.
વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે વીતેલા ત્રણ વર્ષ દરમિયાન નિકાસમાં લગભગ એક જેટલો જ વધારો થયો છે. નાણાકીય વર્ષ 2018-19માં નિકાસ 331.02 અબજ ડૉલર રહેવાનું અનુમાન છે. જે અન્ય નાણાકીય વર્ષની સરખામણીએ સૌથી ઊંચો આંક છે. તે પહેલા 2013-13માં નિકાસ 314.40 અબજ ડૉલર રહી હતી. નાણાકીય વર્ષ દરમિયાન જે ક્ષેત્રોમાં ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાઈ છે, જેમાં પેટ્રોલિયમ 28 ટકા, પ્લાસ્ટિક 25.6 ટકા, રસાયણ 22 ટકા, ફાર્માસ્યુટિકલ 11 ટકા અને એન્જિનિયરીંગ 6.36 ટકાનો સમાવેશ થાય છે.
આંકડા પર નજર કરીએ તો એપ્રિલથી માર્ચ 2018-19માં કાચા તેલની આયાત 29.27 અબજ ડૉલર પર પહોંચી ગઈ હતી. ગેર તેલ આયાત 2.82 ટકા વધી 366.97 અબજ ડૉલર થઈ હતી. વૈશ્વિક પડકારો વચ્ચે પણ નિકાસમાં વૃદ્ધિ થઈ છે, જે ભારત માટે આનંદના સમાચાર છે.