મે 2019માં બીજી ટર્મ સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી પાંચ વર્ષમાં ભારતને પાંચ હજાર અરબ ડૉલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. જો કે, આર્થિક મુશ્કેલીઓ હોવાને કારણે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓ વધી છે. નાગરાજે જણાવ્યું કે, " આ લક્ષ્ય અશક્ય નથી, તો પણ દાયકાના રેકોર્ડને જોતા તે ખૂબ જ મુશ્કેલ છે. 5 હજાર અરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનવવા માટે નાણાંકીય વર્ષ 2019-20થી 2023-24 દરમિયાન વાસ્તવમાં વાર્ષિક સરેરાશ નવ ટકાની વૃદ્ધિ કરવાની જરૂર છે. "
2024 સુધીમાં પાંચ હજાર અરબ ડૉલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય અતિમહત્વાકાંક્ષી: નાગરાજ - અર્થવ્યવસ્થાનું લક્ષ્યાંક ન્યુઝ
નવી દિલ્હી: ઇન્દિરા ગાંધી વિકાસ અને સંશોધન સંસ્થા (IGIDR)ના પ્રોફેસર આર. નાગરાજ માને છે કે, વર્ષ 2024 સુધીમાં 5,000 અરજ ડૉલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય અત્યંત મહત્વાકાંક્ષી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ લક્ષ્યને મેળવવા માટે દેશને નવ ટકાના આર્થિક વિકાસ દરને પ્રાપ્ત કરવાની જરૂર રહેશે.
તેમણે વધુામાં જણાવ્યું કે, "વિકાસ દર ઘટી રહ્યો હોવાથી લક્ષ્ય હાંસલ કરવું અત્યંત મુશ્કેલ લાગે છે. વધતા વેપાર તનાણથી વૈશ્વિક વેપારમાં સુધારો કરવો મુશ્કેલ બની રહ્યો છે. ભારતના નિકાસથી કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) રેશિયો 2010ની શરૂઆતથી સતત ઘટ્યો છે."
તેમણે આગામી બજેટ વિશે જણાવ્યું હતું કે, "હું આશા રાખું છું કે બજેટમાં વિશ્વાસનીય આંકડા સાથે આગામી ત્રણ-ચાર વર્ષના રોકાણથી GDP સ્તરના સતત વધતા પ્રમાણનું લક્ષ્ય નક્કી કરવામાં આવશે અને આ માટે યોગ્ય વ્યૂહરચના બનાવવામાં આવશે."