બુધવાર સાંજે છ વાગ્યાથી બધું કામકાજ ફરીથી શરૂ થશે: યસ બૅન્ક
ગત ત્રણ દિવસોમાં, ઉપાડની સરખામણીએ યસ બૅન્કમાં વધુ નાણાં આવ્યાં છે. એક તૃત્તીયાંશ ગ્રાહકોએ તેમનાં ખાતામાંથી ૫૦,૦૦૦ ઉપાડ્યાં છે.
મુંબઈ: યસ બૅન્કના નિયુક્ત સીઇઓ પ્રશાંત કુમારે કહ્યું કે, નાણાં પ્રવાહિતાની બાબતે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી અને બુધવારે સાંજે છ વાગ્યાથી સ્થિતિ સંપૂર્ણ સામાન્ય થઈ જશે. 5 માર્ચે, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)એ આ મુશ્કેલીમાં મૂકાયેલી ખાનગી ક્ષેત્રની બૅન્ક પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં થાપણદાર દીઠ રૂ. 50,000ની ઉપાડ મર્યાદા નિર્ધારિત કરવાનો પણ સમાવેશ થતો હતો. આરબીઆઈએ શુક્રવારે જાહેરનામા દ્વારા જાહેર કરેલી પુનર્રચનાની યોજના મુજબ આ પ્રતિબંધ 18 માર્ચે સાંજે છ વાગ્યાથી ઊઠી જશે. “અમે પૂરતી સાવધાની લીધી છે. અમારાં તમામ એટીએમ રોકડથી ભરેલાં છે. અમારી તમામ શાખાઓમાં રોકડનો પૂરતો પૂરવઠો છે. આમ, યસ બૅન્ક તરફથી, પ્રવાહિતાના મોરચે કોઈ પ્રશ્ન નથી,” તેમ કુમારે પત્રકારોને અત્રે મંગળવારે જણાવ્યું હતું. તેમણે એમ પણ સ્પષ્ટતા કરી હતી કે, પ્રવાહિતા માટે બાહ્ય સ્રોત પર નિર્ભર રહેવાની કોઈ જરૂરિયાત નથી. “પરંતુ જો એવી સ્થિતિ થાય તો તે પ્રવાહિતા લાઇન બૅન્ક પાસે પૂરતી ઉપલબ્ધ છે,”
પ્રશાંત કુમારે કહ્યું કે, થાપણદારોને આશ્વાસિત કર્યા હતા કે, તેમની થાપણોની સુરક્ષા અંગે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. કુમારે કહ્યું કે, પ્રતિબંધ ઊઠી જાય તે પછી, બૅન્કના ગ્રાહકો બૅન્કની તમામ સેવાઓનો લાભ મેળવી શકશે. કુમાર મુજબ, બૅન્કના માત્ર એક તૃત્તીયાંશ ગ્રાહકો, જેમણે પ્રતિબંધની અવધિ દરમિયાન નાણાં ઉપાડ્યાં છે, તેમણે રૂ. 50,000 સુધી જ નાણાં ઉપાડ્યાં છે. પુનર્રચના યોજના અંગે કુમારે કહ્યું કે, સરકાર, આરબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓના ટેકાના કારણે, બૅન્કની કટોકટી 13 દિવસની અંદર જ હળવી થઈ ગઈ છે. યોજના હેઠળ, યસ બૅન્કે આઠ નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂ. 10,000 કરોડ મેળવ્યા છે. જેમાં એસબીઆઈ તરફથી રૂ. 6,050 કરોડનો સમાવેશ થાય છે. એસબીઆઈના ચૅરમેન રાજેશ કુમારે કહ્યું કે, તેની પાસે છે. તેમાંથી યસ બૅન્કનો એક પણ શેર ત્રણ વર્ષના બાંધેલા સમયગાળા પહેલાં નહીં વેચાય. તેમણે એમ પણ કહ્યું કે, નાણાં આપવાના બીજા તબક્કામાં એસબીઆઈ યસ બૅન્કમાં તેનો હિસ્સો હાલના 42 ટકાથી વધારી 49 ટકા કરશે.