મુંબઇ: યસ બેંકને ડિસેમ્બર 2019માં સમાપ્ત થયેલા ત્રીજા ક્વાર્ટરમાં 18,556 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેની શનિવારે જાણકારી આપવામાં આવી હતી.
ખાનગી ક્ષેત્રમાં બેંકનું સંચાલન અત્યારે ભારતીય રિઝર્વ બેંકના આદેશ પર પ્રશાંત કુમાર કરી રહ્યાં છે. બેંકે ગત વર્ષના સમયગાળામાં 1,000 કરોડ લાભ થયો હતો, પરંતુ સપ્ટેમ્બરમાં પૂર્ણ થયેલા ત્રીજા ક્વાર્ટરમાં 629 કરોડનું નુકસાન થયું છે.