નવી દિલ્હી : વિપ્રો કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, હોસ્પિટલની સુવિધા 30 મે સુધીમાં રાજ્ય સરકારને સોંપવામાં આવશે. એક વર્ષ પછી, આ અસ્થાયી હોસ્પિટલને ફરીથી વિપ્રોના ઇન્ફર્મેશન ટેકનોલોજી સેન્ટરમાં તબદીલ કરવામાં આવશે.
પ્રમુખ આઇટી કંપની વિપ્રોએ જણાવ્યું હતું કે, કંપનીએ પુણેના હિંજવાડી વિસ્તારમાં આવેલા કેમ્પસને 450 બેડની કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે કરાર કર્યો છે. આ હોસ્પિટલ ચાર અઠવાડિયામાં તૈયાર થઈ જશે. હોસ્પિટલની સુવિધા 30 મે સુધી રાજ્ય સરકારને સોંપવામાં આવશે.