વોશિંગ્ટન: સર્ચ એન્જિન ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ એચ -1 બી વિઝા પર રોક લગાવવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ અંગે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે, તેઓ ઇમિગ્રન્ટ્સ સાથે છે અને બધા માટે તકો ઉભી કરવા માટે કામ કરશે.
આ નિર્ણયથી મોટી સંખ્યામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સને પ્રતિબંધની અસર થવાની સંભાવના છે. હવે તેઓએ સ્ટેમ્પિંગ પહેલા ઓછામાં ઓછા વર્ષના અંત સુધી રાહ જોવી પડશે. આ પ્રતિબંધની અસર મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સને પણ થશે, જેઓ તેમના એચ -1 બી વિઝાને રિન્યૂ કરાવવા માંગતા હતા.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના એલાન પર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ નિરાશા વ્યક્ત કરી છે. સુંદર પિચાઈએ ટ્વિટ કરીને લખ્યુ કે, "અમેરિકાની અર્થવ્યવસ્થામાં પ્રવાસીઓનું બહુ મોટુ યોગદાન છે. આના કારણે ટેકનિકલ ક્ષેત્રમાં અમેરિકા ગ્લોબલ લીડર બન્યું છે અને આ સાથે ગૂગલ કંપની પણ... ડોનાલ્ડ ટ્રમ્પની ઘોષણા પર પિચાઈએ કહ્યું કે આ ઘોષણાથી હું ખૂબ નિરાશ છું અને અમે બધા પ્રવાસીઓ સાથે ઉભા છે, અમે બધા માટે સારી તકોના વિકાસ માટે કામ કરીશું."
વળી, ધ લીડરશિપ કૉન્ફરન્સ ઑન સિવિલ એન્ડ હ્યુમન રાઈટ્સના અધ્યક્ષ અને સીઈઓ વનીતા ગુપ્તાએ નિવેદન જારી કરીને ટ્રમ્પ પ્રશાસના નિર્ણયની ટીકા કરી છે. તેમણે કહ્યુ કે લેટેસ્ટ પ્રતિબંધ એ રંગભેદની નવી શરૂઆત છે. ઉલ્લેખનીય છે કે સોમવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણય ઘણો જરૂરી હતો અને આ નિર્ણયથી એ અમેરિકી લોકોને રાહત મળશે જે વર્તમાન સમયમાં આર્થિક સંકટના કારણે પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. વાસ્તવમાં અમેરિકામાં આ વર્ષે નવેમ્બર મહિનામાં ચૂંટણી થવાની છે. માટે ચૂંટણીના એલાન પહેલા માનવામાં આવી રહ્યુ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ રીતના અલગ અલગ નિર્ણયો લઈ રહ્યા છે.