ગુજરાત

gujarat

ETV Bharat / business

જિઓમાં વધારાના 8 ટકા હિસ્સાના વેચાણનો અવકાશ - જિઓમાં વધારાના 8 ટકા હિસ્સાના વેચાણનો અવકાશ

બોફા રિસર્ચે એક નોંધમાં જણાવ્યું છે કે, આજે 1.15 ટકા હિસ્સો વેચ્યા પછી વધારાના આઠ ટકા હિસ્સો વેચવા માટેનો અવકાશ જોઇ રહ્યા છે.

જિઓ
જિઓ

By

Published : May 5, 2020, 5:12 PM IST

નવી દિલ્હી: અમેરિકી ટેકનોલોજીના રોકાણકાર સિલ્વર લેક દ્વારા જિઓમાં 1.15 ટકા હિસ્સો ખરીદ્યા પછી બ્રોકરેજ કંપનીઓ હવે કંપનીમાં વધારાના આઠ ટકા હિસ્સો વેચવાની સંભાવના જોઇ રહી છે.

બોફા રિસર્ચે એક નોંધમાં જણાવ્યું છે કે, આજે 1.15 ટકા હિસ્સો વેચ્યા પછી, વધારાના આઠ ટકા હિસ્સો વેચવા માટેનો અવકાશ જોઇ રહ્યા છે.

બોફા રિસર્ચે કહ્યું, "ફેસબુક ડીલ પછી, અમારું માનવું છે કે જિઓ પ્લેટફોર્મ પર પીઈ દ્વારા કોઈપણ ડીલ ઝડપથી થઈ શકે છે, કારણ કે દસ્તાવેજો અને પ્રક્રિયાઓ તાજેતરના રોકાણો દ્વારા તૈયાર કરવામાં આવી છે.

અમને આશા છે કે જિઓમાં ભવિષ્યમાં કોઈપણ રોકાણ તેની બેલેન્સશીટ મજબૂત કરશે, ખાસ કરીને તેના 850 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમના નવીકરણ માટે અને ભવિષ્યમાં નવા 5 જી સ્પેક્ટ્રમ ખરીદવા માટે. અમને લાગે છે કે જિઓ 5Gમાં સૌથી પહેલું પ્રવેશ કરશે . "

ABOUT THE AUTHOR

...view details