ગુજરાત

gujarat

ETV Bharat / business

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રોત્સાહક પરિણામઃ Q1માં ચોખ્ખો નફો 182 ટકા વધી રૂપિયા 2520 કરોડ - Reliance Industries Net profit

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. JIOએ કોરોનાના કપરા કાળમાં લોકડાઉનની સ્થિતિમાં રૂપિયા 1,52,056 કરોડનું રોકાણ મેળવ્યું છે, જેણે એક ઈતિહાસ સર્જ્યો છે. જેથી રિલાયન્સનું પરિણામ કેવું આવશે, તેના પર માર્કેટની મીટ મંડાયેલી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રથમ કવાર્ટરના પરિણામમાં પ્રોત્સાહક આવ્યા છે. રૂપિયા 891 કરોડની સામે ચોખ્ખો નફો રૂપિયા 2520 કરોડ આવ્યો છે, જે 182 ટકાનો વધારો દર્શાવે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

By

Published : Jul 30, 2020, 9:08 PM IST


મુંબઈ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રથમ કવાર્ટરમાં ચોખ્ખો નફો 182 ટકા વધીને રૂપિયા 2520 કરોડ નોંધાયો છે. એ જ સમયગાળામાં 2019-20ના પ્રથમ કવાર્ટરમાં ચોખ્ખો નફો રૂપિયા 891 કરોડ આવ્યો હતો. લોકડાઉનના સમયગાળામાં પણ કંપનીએ નફામાં વૃદ્ધિ દર્શાવી છે. કંપનીની વેલ્યુ ઓફ સર્વીસીઝ અને ઓપરેટિંગ રેવવ્યૂમાં 33.7 ટકાનો વધારો થયો છે. રીલાયન્સની ઓપરેટિંગ રેવન્યૂ રૂપિયા 12,383 કરોડથી 33.7 ટકા વધી રૂપિયા 16,557 કરોડ આવી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
  • ત્રિમાસિકગાળાની મુખ્ય કામગીરી (સંકલિત)
    • ત્રિમાસિક ગાળાની આવક રૂપિયા 1,00,929 કરોડ હતી.
    • ત્રિમાસિક ગાળામાં ઇબીઆઇટીડીએ(EBITDA) રૂપિયા 21,585 કરોડ હતું.
    • કોવિડને કારણે લોકડાઉન થવા છતાં ત્રિમાસિક ગાળામાં અપવાદરૂપ ચીજો સહિતનો ચોખ્ખો નફો 30.6 ટકા Y-o-Y રૂપિયા 13,248 કરોડ પર હતો.
    • રોકડ નફો પણ 16.7 ટકા Y-o-Y રૂપિયા 18,893 કરોડ હતો.
    • ત્રિમાસિક ગાળામાં અપવાદરૂપ વસ્તુઓ સહિત ઇપીએસ(EPS) શેર દીઠ 20.7 હતો, 22.1 ટકા Y-o-Y વધ્યો.

    સ્વતંત્ર રીતે ત્રિમાસિકગાળાની કામગીરી
    • લોકડાઉન દરમિયાન રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ વ્યવસાય 90 ટકા થી વધુ ક્ષમતાથી પરિચાલિત થયો .
    • ત્રિમાસિક ગાળાની આવક રૂપિયા 52,263 કરોડ હતી.
    • ત્રિમાસિક ગાળામાં ઇબીઆઇટીડીએ(EBITDA) રૂપિયા 11,339 કરોડ હતું.
    • ત્રિમાસિક ગાળામાં અપવાદરૂપ વસ્તુઓ સહિતનો ચોખ્ખો નફો રૂપિયા 9,753 કરોડ હતો, 7.9 ટકા Y-o-Y વૃદ્ધિ
    • ત્રિમાસિક ગાળામાં રોકડ નફો રૂપિયા 10,350 કરોડ હતો.
    • ત્રિમાસિક ગાળાની નિકાસ રૂપિયા 32,681 કરોડ હતી.

    રિલાયન્સ જિઓ લિમિટેડનાં સ્વતંત્ર પરિણામો

    • ત્રિમાસિકગાળા દરમિયાન એક્સેસ રેવન્યુ સહિતની આવક રૂપિયા 19,513 કરોડ
    • ત્રિમાસિક ગાળાનો EBITDA વાર્ષિક 55.4 ટકાની વૃધ્ધિ સાથે રૂપિયા. 7,281 કરોડ
    • ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 183 ટકાની વૃધ્ધિ સાથે રૂપિયા 2,520કરોડ
    • કુલ ગ્રાહકોની સંખ્યા જૂન 30, 2020ની સ્થિતિએ 398.3 મિલિયન
    • ત્રિમાસિક ગાળામાં ગ્રાહક દીઠ એ.આર.પી.યુ. રૂપિયા 140.3
    • ત્રિમાસિક ગાળામાં કુલ વાયરલેસ ડેટા ટ્રાફિક 1,420 કરોડ જી.બી. (વાર્ષિક ધોરણે 30.2 ટકાની વૃધ્ધિ)

    રિલાયન્સ રિટેલની મુખ્ય કામગીરી (સંકલિત)
    • ત્રિમાસિક ગાળાની આવક રૂપિયા 31,633 કરોડ હતી.
    • ત્રિમાસિક ગાળામાં ઇબીઆઇટીડીએ(EBITDA) રૂપિયા 1,083 કરોડ હતું.
    • લાંબા સમય સુધી સંપૂર્ણ લોકડાઉન અને ફક્ત આવશ્યક સેવાઓ કાર્યરત હોવા છતાં ક્વાર્ટરમાં ચોખ્ખો નફો રૂપિયા 431 કરોડ હતો
    • ત્રિમાસિક ગાળામાં રોકડ નફો રૂપિયા 793 કરોડ હતો
    • 11,806 ઓપરેશનલ ફિઝિકલ સ્ટોર્સ

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “કોવિડ-19 રોગચાળાના સમયમાં રિલાયન્સ પરિવારે દર્શાવેલા ઉદાહરણરૂપ પ્રતિબધ્ધતા અને સંવેદનાથી હું ખૂબ જ પ્રોત્સાહિત થયો છું. વૈશ્વિક લોકડાઉનના કારણે માગમાં આવેલા તીવ્ર ઘટાડાથી અમારા હાઇડ્રોકાર્બન વ્યવસાય પર વિપરીત અસર પડી, પરંતુ અમારા પરિચાલનની લવચિકતાએ અમને લગભગ સામાન્ય સ્તરે પરિચાલન માટે અને ઉદ્યોગજગતના અગ્રેસર તરીકે પરિણામો આપવા સક્ષમ બનાવ્યાં છે. લોકડાઉન દરમિયાન લાખો લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ મળતી રહે તે સુનિશ્ચિત કરવા માટે અમારી રિટેલ અને જિઓની ટીમોએ અથાક પરિશ્રમ કરતાં અમારાં ગ્રાહક-લક્ષી વ્યવસાયો વ્યક્તિઓ અને વ્યવસાયો માટે જીવાદોરી બની રહ્યાં.

    આ ત્રિમાસિક ગાળામાં અમે ભારતીય કોર્પોરેટ ઇતિહાસની સૌથી મોટું ભંડોળ ઉભું કરવાની પ્રક્રિયા પૂરી કરી. અમારા રાઇટ્સ ઇશ્યુને સહયોગ આપવા બદલ લાખો વ્યક્તિગત રોકાણકારોનો હું આભાર માનું છું અને રિલાયન્સની વૃધ્ધિના રોમાંચક નવા તબક્કામાં અમારા નવા ભાગીદારોને આવકારું છું.”

ABOUT THE AUTHOR

...view details