ગુજરાત

gujarat

ETV Bharat / business

12 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવનારી RIL દેશની પહેલી કંપની બની - wireless technology leader Qualcomm

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. શેરબજારમાં સોમવારે તેજીને પગલે કંપનીની માર્કેટ કેપ 12 લાખ કરોડને પાર કરી ગઈ છે. 12 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવનારી ભારતની આ પહેલી કંપની છે. સેન્સેક્સમાં સૌથી વધુ નફાકારક કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.

RIL
RIL

By

Published : Jul 13, 2020, 7:18 PM IST

મુંબઈ: મુકેશ અંબાણીની નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નવો ઈતિહાસ રચી દીધો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 12 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ પાર કરનારી દેશની પહેલી કંપની બની ગઈ છે. સોમવારે BSE પર RILનો શેર 3.21 ટકાના ઉછાળાની સાથે 1938.80 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર પહોંચી ગયો. RILના શેરમાં તેજીથી કંપનીનો માર્કેટ કેપ 12 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયો. RIL 12 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ ટચ કરનારી ભારતની પહેલી કંપની છે. એક મહિનાથી પણ ઓછા સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટ કૅપમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે.

એપ્રિલથી કંપનીએ તેના ડિજિટલ એકમ જિયો પ્લેટફોર્મ્સમાં વિશ્વભરના વિવિધ રોકાણકારો પાસેથી 1.18 લાખ કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે. RILએ પોતાના ટેલિકોમ આર્મ જિયો પ્લેટફોર્મ્સ માટે વધુ એક મોટી ડીલ કરી છે. વાયરલેસ ટેક્નોલોજીસ સેક્ટરની દિગ્ગજ કંપની કોકોમ ઇનકોર્પોરેટેની ઇન્વેસ્ટમેન્ટ કંપની ક્વાલકૉમ વેન્ચર્સે જિયોમાં 730 કરોડ રૂપિયાના રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ ડીલના બદલે કોલકોમ વેન્ચર્સને જિયોમાં 0.15 ટકા હિસ્સેદારી મળશે.

આ ડીલ માટે જિયોની ઇક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ રૂપિયા જ્યારે એન્ટરપ્રાઇઝિસ વેલ્યૂ 5.16 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 12 સપ્તાહની અંદર જિયો પ્લેટફોર્મ્સમાં આ તેરમું રોકાણ છે.

સૌથી પહેલા 22 એપ્રિલે ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકાની ભાગીદારી માટે 43,574 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ જનરલ એટલાન્ટિક, KKR, સાઉદી સોવરેન વેલ્થ ફંડ, અબુ ધાબી સ્ટેટ ફંડ, સાઉદી અરબની પીઆઈએ અને ઈન્ટેલ જેવા ગ્લોબલ ઈન્વેસ્ટરે પણ જીયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે.

ABOUT THE AUTHOR

...view details