ગુજરાત

gujarat

ETV Bharat / business

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હજી સુધી કોર્પોરેટ ટેક્સની નવી સિસ્ટમ પસંદ કરવાનો નિર્ણય નથી કર્યો - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ન્યુઝ

મુંબઈ: દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કોર્પોરેટ ટેક્સ રેટની નવી સિસ્ટમ અપનાવવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.

ril

By

Published : Oct 19, 2019, 1:49 PM IST

કંપનીના જોઇન્ટ ચીફ ફાઇનાન્સ ઓફિસર વી. શ્રીકાંતે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટે જાહેર કરાયેલા પરિણામોમાં કંપનીએ લઘુત્તમ વૈકલ્પિક કરનો દર 18.5 ટકાથી ઘટાડીને 15 ટકા કર્યો છે.

તેમણે જણાવ્યું કે , "અમે હજુ સુધી નિર્ણય કર્યો નથી, તમે જાણો છો કે, તેના પર નિર્ણય લેવામાં સમય લાગશે. હમણા અમે જે ફેરફાર કર્યો છે તે ટેક્સની ગણતરીમાં લઘુતમ વૈકલ્પિક ટેક્સ છે. આ દર 18.5 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે. "

તેમણે કહ્યું કે ડિસેમ્બર સુધી તેમની પાસે સમય છે અને તે પહેલાં તે નિર્ણય લેશે. શ્રીકાંતે જણાવ્યું હતું કે ટેલિકોમ અને રિટેલ એકમો માટે ટેક્સનો અસરકારક દર 35 ટકાના જૂના સ્તર પર જ છે.

ABOUT THE AUTHOR

...view details