ગુજરાત

gujarat

ETV Bharat / business

કોરોના ઇફેક્ટઃ રિલાયન્સના કર્મચારીઓના વેતનમાં 10 ટકાનો કાપ - coronavirus effect

કોરોના વાઈરસની ઉદ્યોગો પર ખૂબ જ માઠી અસર પડી રહી છે. મોટા ભાગની કંપનીઓમાં કર્મચારીઓના વેતનમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે રિલાયન્સ કંપનીએ પણ જાહેરાત કરી છે કે હાઈડ્રોકાર્બવ બિઝનેસમાં ઘટાડો થવાથી કર્મચારીઓના પગારમાંં કાપ મૂકવામાં આવ્યો છે.

Etv Bharat
Reliance

By

Published : Apr 30, 2020, 8:53 PM IST

મુંબઈઃ કોરોના વાઈરસની ઉદ્યોગ ક્ષેત્ર પર માઠી અસર પડી રહી છે. કોવિડ 19ને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર અસર પડી છે. ખાસ કરીને રિલાયન્સની રિફાઈન્ડ પ્રોડકટ્સ અને પેટ્રોકેમિકલ્સની માંગમાં ઘટાડો થવાને પરિણામે હાઈડ્રોકાર્બન બિઝનેસ પ્રભાવિત થયો છે.

કર્મચારીઓના વેતનમાં કપાત

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની અધ્યક્ષતામાં કંપનીએ સંકટગ્રસ્ત હાઈડ્રોકાર્બન બિઝનેસ સાથે જોડાયેલા કર્મચારીઓના વેતનમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. રિલાયન્સના હાઈડ્રોકાર્બન બિઝનેસમાં કામ કરતાં કર્મચારીઓ જેની વાર્ષિક સેલેરી 15 લાખ રૂપિયાથી પણ વધું હોય છે, જેમાં 10 ટકા કપાત કરવામાં આવશે.

ડાયરેક્ટર્સના પગારમાં 30થી 50 ટકાનો કાપ

કંપનીનું કહેવું છે કે, જે કર્મચારીનું વાર્ષિક વેતન 15 લાખ રૂપિયાથી ઓછું છે. તેમના પગારમાંથી કપાત કરવામાં નહી આવે. તો બીજી કપંનીમાં કાર્યરત તમામ ડાયરેક્ટર્સના પગારમાં 30થી 50 ટકાનો કાપ મુકવામાં આવશે. આ સાથે જ પરફોર્મસ આધારે આપવામાં આવતું બોનસ પણ ટાળવામાં આવ્યું છે.

મુકેશ અંબાણી પણ તેમનું વર્ષનું કોમ્પેંસેશન (વળતર) નહી લે

બિઝનેસ સ્ટાન્ડર્ડની એક રિપોર્ટ અનુસાર કંપનીના એમડી અને ચેરમેન મુકેશ અંબાણી પણ તેમનું વર્ષનું કોમ્પેંસેશન (વળતર) નહી લે. કંપનીનું કહેવું છે કે લોકડાઉનને કારમે પેટ્રોલની માંગમાં ઘટાડો થયો છે. જેને લીધે હાઈડ્રોકાર્બન બિઝનેસની આવકમાં પણ ઘટાડો થયો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હિતલ આર મેસવાનીએ કંપનીના આ નિર્ણય અંગે કર્મચારીઓને એક પત્ર જારી કર્યો છે. જેમાં નફામાં ઘટાડાને ધ્યાનમાં રાખીને પગાર ઘટાડાનો આ નિર્ણય લેવાનું ટાંક્યું છે.

ABOUT THE AUTHOR

...view details