ગુજરાત

gujarat

ETV Bharat / business

જેટ એરવેઝ ડુબ્યું તો ઈન્ડિગોએ પાંચ ગણો નફો નોંધાવ્યો

નવી દિલ્હી: ઈન્ડિગોનો ચોખ્ખો નફો માર્ચ કવાર્ટરમાં પાંચ ગણો વધીને આવ્યો છે. કંપનીને વીતેલા વર્ષે લોઅર બેઝનો ફાયદો મળ્યો હતો. જેટ એરવેઝની કેપેસિટીમાં ઝડપથી ઘટાડો થયો હતો, જેથી કંપનીને ફાયદો થયો છે. તેનાથી જ કંપનીને પ્રાઈઝ અને માર્કેટ શેર વધારવામાં મદદ મળી છે, દેશની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગોનો સ્થાનિકમાં અડધા બજાર પર કબજો થઈ ગયો છે.

By

Published : May 28, 2019, 5:08 PM IST

ફાઇલ ફોટો

ઈન્ડિગોનો માર્ચ કવાર્ટરમાં 589 કરોડ રૂપિયોનો ચોખ્ખો નફો નોંધાયો છે. જે વર્ષ દરમિયાન પહેલા રૂપિયા 118 કરોડ હતો. વીતેલા નાણાકીય વર્ષના ચોથા કવાર્ટરમાં કંપનીની કુલ આવક 36 ટકા વધીને રૂપિયા 7,883 કરોડ હતી. એરલાઈન્સના કહેવા પ્રમાણે આ દરમિયાન તેમની ઉપજ કિલોમીટરમાં 12 ટકાનો વધારો થયો છે. કંપનીની આવક અવેઈલેબલ સીટ કિલોમીટર 6 ટકા વધી ગઈ હતી. જો કે માર્ચ કવાર્ટરમાં કંપનીનો એવરેજ લોડ 89 ટકાથી ઘટી 86 ટકા થયો છે.

ઈન્ડિગોના પરિણામની જાહેરાત બાદ એનાલીસ્ટો સાથે થયેલ કોન્ફરન્સ કૉલમાં સીઈઓ રણંજય દત્તાએ કહ્યું હતું કે જેટ એરવેઝનું કામકાજ બંધ થયા પછી ઈન્ડિગોની આવક પર યુનિટ 3-4 ટકા વધી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details