ગુજરાત

gujarat

"PUBG મોબાઇલ"ગેમ ફૉર પીસની રોજની આવક સાંભળીને તમને પણ થશે આશ્ચર્ય...

By

Published : Jun 7, 2019, 9:32 AM IST

સન ફ્રાન્સિસ્કો: 'PUBG મોબાઇલ' અને તેના એક નવા વર્ઝન 'ગેમ ફૉર પીસ' ના કારણે ચીનના ઇન્ટરનેટ પાવર હાઉસ ટેનસેન્ટની આવક મે મહિનામાં એક દિવસની 48 લાખ ડૉલરની આસપાસ નોંધાઇ છે. આ સાથે જ આ દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી ઍપ્લિકેશન પુરવાર થઇ છે. આ અંગેની માહિતી મોબાઇલ ઍપ્લિકેશન ઇન્ટેલિજેન્સ કંપની સેંસર ટાવરના રિપોર્ટ દ્વારા આપવામાં આવી છે.

ડિઝાઇન ફોટો

એક તારણ (જેમાં ચીનના એન્ડ્રોઇડ દ્વારા મળતી આવકને શામેલ કર્યા વિના) અનુસાર, બન્ને વર્ઝન મળીને મે માહિનામાં કુલ 14.6 કરોડ ડૉલરની કમાણી કરી છે. જો કે એપ્રિલ મહિનામાં થયેલી 65 કરોડ ડૉલરની આવક કરતા 126 ટકા વધારે છે. આ પહેલા એપ્રિલમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી થઇ હતી.

PUBG મોબાઇલ, ગેમ ફૉર પીસ દ્વારા મે માસમાં થયેલી આવકમાંથી લગભગ 10.1 કરોડ ડૉલરની આવક ઍપલ સ્ટોરના માધ્યમથી પ્રાપ્ત થઇ છે. જ્યારે ગૂગલના પ્લેટફોર્મના માધ્યમથી કુલ 4.53 કરોડ ડૉલરની આવક પ્રાપ્ત થઇ હતી.

સેંસર ટાવરના મોબાઇલ ઇનસાઇટ્સના પ્રમુખ રૈંડી નેલ્સને બ્લૉગ પોસ્ટમાં લખ્યું કે PUBG મોબાઇના બન્ને વર્ઝન દ્વારા પ્રાપ્ત થતી આવકને એકસાથે ગણતરી કરવાથી આ બીજા સ્થાન પર રહેલી ગેમ ઑનર ઑફ કિંગ્સની સરખામણીમાં 17 ટકા વધારે છે. જેણે લગભગ 12.5 કરોડ ડૉલરની કમાણી કરી છે. આ ગેમ પણ ટેનસેન્ટની જ છે.

તો આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, "ઍપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરના યુઝર્સે પાછલા મહિનામાં PUBGના બન્ને વર્ઝન પર સરેરાશ 48 લાખ ડૉલર રોજનો ખર્ચ કર્યો છે"

ABOUT THE AUTHOR

...view details