ગુજરાત

gujarat

ETV Bharat / business

વિપ્રોએ કરી સ્પષ્ટતા, કંપની કોઈ પણ કર્મચારી છૂટા નહીં કરે, પુરો પગાર આપશે - બિઝનેસ સામચાર

ઇટીવી ભારતના એક સવાલના જવાબમાં વિપ્રોએ સ્પષ્ટતા કરી હતી કે, કર્મચારીઓના પગાર ઘટાડા અંગેની અટકળો પાયાવિહોણી છે અને આનો કોઈ આધાર નથી. વિપ્રોએ આ અફવાઓ પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, કંપની કોઈ પણ કર્મચારી છૂટા નહીં કરે અને પુરેપુરો પગાર આપશે.

no-salary-cuts-or-retrenchment-plans-for-employees-says-wipro
વિપ્રોએ કરી સ્પષ્ટતા, કંપની કોઈ પણ કર્મચારી છૂટા નહીં કરે, પુરો પગાર આપશે

By

Published : May 8, 2020, 7:36 PM IST

બેંગલુરુ: આઇટી સેક્ટરની મોટી કંપની વિપ્રોએ શુક્રવારે ઇટીવી ભારત સાથે સ્પષ્ટતા કરી હતી કે, કંપની કોઈ પણ કર્મચારી અથવા નવા પ્રોજેક્ટ કર્મચારીઓના પગારમાં કોઈ ઘટાડો કરશે નહીં. આ ઉપરાંત કોઈ ખર્ચ કાપવાની પણ યોજના નથી.

મળતા મીડિયા રિપોર્ટ અનુસાર, પૂણે મજૂર પંચે વિપ્રોએ 300 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા હોવાના આક્ષેપ સાથે નોટિસ ફટકારી હતી. આ અંગે ઈટીવી ભારતએ નોટિસ અંગે વિપ્રો પાસેથી ખુલાસો માંગ્યો હતો, ત્યારબાદ વિપ્રોએ ઇમેઇલ દ્વારા કહ્યું હતું કે, નોકરીમાંથી કર્મચારીઓને કાઢી મુકવાની વાત પાયાવિહોણી છે. વિપ્રોએ આ અફવાઓને સ્પષ્ટપણે નકારી હતી.

કંપનીએ જણાવ્યું કે, હાલ કોઈ પણ કર્મચારીને કાઢવામાં આવ્યાં નથી. જે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યાં છે. એમાં પણ કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. કર્મચારીઓના પગારમાં પણ કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. વિપ્રોએ કહ્યું કે, અત્યાર સુધી અમે કર્મચારીઓને પુરતી સગવડો આપી છે અને કર્મચારીઓની સારસંભાળ રાખી છે. કંપનીને હજુ સુધી મજૂર વિભાગ તરફથી કોઈ નોટીસ મળી નથી. જો જરૂર હશે તો કંપની મજુર પંચ સમક્ષ તથ્યો પણ રજૂ કરશે.

ABOUT THE AUTHOR

...view details