- મુકેશ અંબાણી 84.5 અબજ ડોલરની સંપત્તિ સાથે દેશમાં પ્રથમ
- ગૌતમ અદાણી, વ્યવસાયમાં ભારતના 2જા ધનિક વ્યક્તિ
- રાધાકિશન દમાની અને ઉદય કોટક 4થા અને 5મા સ્થાને
નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી 84.5 અબજ ડોલરની સંપત્તિ ધરાવનાર ફોર્બ્સની યાદીમાં ભારતના સૌથી ધનિક અબજોપતિ બન્યા છે. આ બાદમાં, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી આ યાદીમાં 2જા સ્થાને આવ્યા છે. કોવિડની મહામારી વચ્ચે મુકેશ અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી દેવું મુક્ત બનાવવાનું પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે વિવિધ સોદા દ્વારા 35 અબજ ડૉલર ફંડ એકત્રિત કરવામાં સફળ રહ્યા છે.
આ પણ વાંચો:કોરોના કાળમાં પણ ભારતમાં 40 લોકો અબજોપતિ થયા, અંબાણી વિશ્વના 8માં સૌથી ધનિક વ્યક્તિ
રિલાયન્સે ખાનગી કંપનીઓને 7.3 અબજ ડૉલરના શેર આપ્યા
ફોર્બ્સે જણાવ્યું હતું કે, "તેઓએ તેમના ટેલિકોમ યુનિટ જિયોનો 3જો ભાગ ફેસબુક અને ગૂગલ જેવા રોકાણકારોને વેચી દીધો છે. રિલાયન્સ રિલેટના 10 ટકા હિસ્સો KKR અને જનરલ એટલાન્ટિક જેવી ખાનગી ઇક્વિટી કંપનીઓને 7.3 અબજ ડૉલરના શેર સાથે વેચ્યા હતા.