નવી દિલ્હીઃ લૉકડાઉન ખતમ થયા પછી એરલાઈન્સ કંપનીઓ તકેદારીના પૂરતા પગલાં ભરશે. ઈન્ડિગોના સીઈઓ રોનજૉય દત્તાએ શુક્રવારે આ બાબતે એક નિવેદન આપ્યુ હતું કે, 'આ પરિસ્થિતિમાં કંપનીઓ નફાની અપેક્ષા નથી રાખતી પરંતુ પૈસાનો પ્રવાહ અટકે નહીં તેનું ધ્યાન રાખે છે. અમે અમારા ખર્ચાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે અને તેમાં ઘટાડો થાય તેવો પ્રયત્ન કરી રહ્યા છે.'
લોકડાઉન પછી ઈન્ડિગો ક્રમશઃ સેવાઓ અને સુવિધામાં વધારો કરશે...
કર્મચારીઓને કરેલા ઈમેઈમાં દત્તાએ કહ્યુ હતું કે, 'આપણે હંમેશા સુરક્ષાનું ધ્યાન રાખીએ છીએ. હવે સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવું પડશે. તેનું ધ્યાન રાખવા માટે આપણે કેટલીક કાર્યપદ્વતિમાં બદલાવ કરવાનો વિચારી રહ્યા છે. નવી પ્રક્રિયા ઉપર વિચાર ચાલી રહ્યો છે.'
આ મેઈલમાં તેમણે લખ્યું છે કે, 'આપણે હવે વિમાનોને વધુ સારી રીતે સાફ કરીશું. થોડા સમય માટે જમવાનું પિરસવાનું બંધ કરીશું. માત્ર અડધી બેઠકો જ ભરીશું. આ નવી પ્રક્રિયા જલ્દીથી અમલી બનાવીશું.'