ગુજરાત

gujarat

ETV Bharat / business

ફેસબુક ભારતની 5 હજાર આદિવાસી યુવા મહિલાઓને આપશે તાલીમ

નવી દિલ્હીઃ ફેસબુક કંપનીએ બુધવારે ઘોષણા કરી હતી કે ભારતના આદિવાસી જિલ્લાઓની 5 હજાર યુવા મહિલાઓને ફેસબુક ડિઝિટલ સ્કિલની તાલીમ આપશે.

By

Published : Oct 17, 2019, 9:44 AM IST

ડિઝાઈન ફોટો

બુધવારે ફેસબુક કંપનીએ જાહેરાત કરી છે કે, સોશિયલ નેટવર્કિંગ જનજાતિય મામલાના મંત્રાલય સાથેનો સંયુક્ત કાર્યક્રમ 'ગોલ ગોઈંગ ઓનલાઈન ઈઝ લીડર્સ'ના બીજા તબક્કામાં ભારતના આદિવાસી પ્રભાવિત જિલ્લાની 5 હજાર યુવા મહિલાઓને ડિઝિટલ સ્કિલ માટેની તાલીમ પુરી પાડશે.

વર્ષની શરૂઆતમાં માર્ચ મહિનામાં લોન્ચ થયેલો ગોલ કાર્યક્રમ ડિઝિટલ અને જીવન કુશળતા માટે વ્યાપાર, ફેશન તથા કળા ક્ષેત્રના વરિષ્ઠ નિષ્ણાંત માર્ગદર્શકો સાથે આદિજાતિ વિસ્તારોની અલ્પવિકસિત યુવતીઓને જોડે છે.

આદિજાતિ મામલાના કેન્દ્રિય પ્રધાન અર્જુન મુંડાએ કાર્યક્રમના આગલા તબક્કાની શરૂઆત કરવા માટે અહીં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, "આ ભાગીદારી દ્વારા ગોલ કાર્યક્રમ મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે હાંસિયામાં રાખશે."

કાર્યક્રમમાં સાપ્તાહિક એકથી એક માર્ગદર્શક સત્રોનો સમાવેશ કરવામાં આવશે. તે ડિજિટલ સાક્ષરતા, ઉદ્યમવૃત્તિ અને ઓનલાઈન સુરક્ષા જેવી કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ABOUT THE AUTHOR

...view details