કંપનીએ મંગળવારે જાહેરાત કરી હતી કે તે આ વર્ષે એમેઝોન પ્રાઇમ સબસ્ક્રાઇબર્સને શોપિંગ, બચત અને મનોરંજન માટે 1000 થી વધુ નવા ઉત્પાદનો પર ઓફર આપશે. તેમાં સ્માર્ટ ફોન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને દૈનિક વપરાશની વસ્તુઓ સામેલ હશે.
Amazon ની વિશેષ Prime Day સેલ 15-16 જુલાઇએ શરુ - sale
નવી દિલ્હી: ઈ-કૉમર્સ કંપની Amazon.in એ જણાવ્યું હતું કે તે 15-16 જુલાઈના રોજ તેના વ્યવસાયના ત્રીજા વર્ષમાં ભારતમાં પ્રાઇમ ડેનું આયોજન કરશે. આ સમય દરમિયાન, કંપની 48 કલાક માટે સ્પેશિયલ સેલ લાવશે.
file photo
ભારત સહિત 18 દેશોમાં પ્રાઇમના 10 કરોડ સભ્યો છે. બેંગલોર, મુંબઈ, નવી દિલ્હી અને હૈદરાબાદ જેવા શહેરોમાં પ્રાઈમ પર વિવિધ પ્રકારના માલસામાનની ઝડપી ઉપભોક્તા ડિલિવરી બે કલાકમાં પ્રદાન કરવામાં આવે છે.
એમેઝોન ઇન્ડિયાના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને કન્ટ્રી મેનેજર અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, અમારો સૌથી મોટો તહેવાર પ્રાઇમ મેમ્બર માટે શરૂ થઈ રહ્યો છે, અમારા સભ્યો ગયા વર્ષની સરખામણીએ વધુ મેળવી શકેશે.