કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, આ ડીલથી તેમને 2025સુધી 40 કરોડ મેટ્રિક ટનની ક્ષમતા પ્રાપ્ત કરવાના લક્ષ્યમાં મદદ મળશે.
કૃષ્ણપત્તનમ પોર્ટ પર હવે અદાણી કંપનીની 75 ટકા ભાગીદારી - કૃષ્ણપત્તનમ પોર્ટ
મુંબઈ: અદાણી ગૃપની કંપની અડાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક જોનએ શુક્રવારે કહ્યું કે, તે કૃષ્પત્તનમ પોર્ટ કંપનીની 75 ટકા ભાગીદારી હસ્તક લેશે. અદાણી કંપનીએ કહ્યું કે, આ ડીલ રોકડમાં કરવામાં આવશે. આ ડીલ હેઠળ કૃષ્ણપત્તનમ પોર્ટ કંપનીનું મૂલ્યાંકન 13,500 કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે.
કૃષ્ણપત્તનમ પોર્ટ કંપનીની 75 ટકા ભાગીદારી અડાણી પોર્ટ ખરીદશે
કૃષ્ણપત્તનમ પોર્ટ કંપની આંધ્રપ્રદેશના દક્ષિણી ભાગમાં સ્થિત બંદરગાહનું સંચાલન કરે છે. જેમણે 2018-19માં 5.4 કરોડ મેટ્રિક ટન માલનું વહન કર્યું છે.