ગુજરાત

gujarat

ETV Bharat / business

YouTube હવે ભારતીય વીડિયો ઈ-કોમર્સ પ્લેટફોર્મ સિમસિમનું સંપાદન કરશે - સિમસિમના સહ-સંસ્થાપક અમિત બગરિયા

ફેમસ વીડિયો પ્લેટફોર્મ યુ-ટ્યૂબ (YouTube) પોતાનો વિસ્તાર વધારવા માટે ભારતીય વીડિયો ઈ-કોમર્સ પ્લેટફોર્મ સિમસિમ (Indian video e-commerce platform Simsim)નું સંપાદન કરશે. યુ-ટ્યૂબે (YouTube) મંગળવારે આ અંગે કહ્યું હતું કે, તે ભારતીય વીડિયો ઈ-કોમર્સ પ્લેટફોર્મ સિમસિમનું (Indian video e-commerce platform Simsim) સંપાદન કરશે, જેનો ઉદ્દેશ નાના વ્યવસાયો અને છૂટક વેપારીઓને નવા ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરવાનો છે.

YouTube હવે ભારતીય વીડિયો ઈ-કોમર્સ પ્લેટફોર્મ સિમસિમનું સંપાદન કરશે
YouTube હવે ભારતીય વીડિયો ઈ-કોમર્સ પ્લેટફોર્મ સિમસિમનું સંપાદન કરશે

By

Published : Jul 21, 2021, 10:59 AM IST

  • ફેમસ વીડિયો પ્લેટફોર્મ યુ-ટ્યૂબ (YouTube) હવે સિમસિમનું (Simsim) સંપાદન કરશે
  • યુ-ટ્યૂબે મંગળવારે ભારતીય વીડિયો ઈ-કોમર્સ સિમસિમનું (Indian video e-commerce platform Simsim) સંપાદન કરવાની કરી જાહેરાત
  • તેનો ઉદ્દેશ નાના વ્યવસાયો અને છૂટક વેપારીઓને નવા ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરવાનો છે

નવી દિલ્હીઃ ફેમસ વીડિયો પ્લેટફોર્મ યુ-ટ્યૂબે (YouTube) મંંગળવારે એક મોટી જાહેરાત કરી છે. યુ-ટ્યૂબે (YouTube) કહ્યું હતું કે, તે હવે ભારતીય વીડિયો ઈ-કોમર્સ પ્લેટફોર્મ સિમસિમનું (Indian video e-commerce platform Simsim) સંપાદન કરશે, જેનો ઉદ્દેશ નાના વ્યવસાયો અને છૂટક વેપારીઓને નવા ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરવાનો છે.

આ પણ વાંચો-Jio Emergency data Loan: જિઓ ઇમર્જન્સી ડેટા લોન ઓફર લોન્ચ કરશે, હવે રિચાર્જ કરો, બાદમાં પેમેન્ટ કરો

બાઈન્ડિંગ કરાર પર હસ્તાક્ષર થયા

ગૂગલે એક બ્લોગપોસ્ટ (Blogpost)માં કહ્યું હતું કે, અમે દર્શકોને સ્થાનિક વ્યવસાયોના ઉત્પાદનોને શોધવા અને ખરીદવામાં મદદ કરવા માટે વધુ એક પગલું ઉઠાવી રહ્યા છીએ. અમે સિમસિમ (Simsim)નું સંપાદન કરવા માટે બાઈન્ડિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને આગામી સમયમાં લેવડદેવડ પૂરા થવાની આશા છે. કંપનીએ જોકે, લેવડદેવડ માટે નાણાકીય વિતરણનો ખુલાસો નથી કર્યો.

આ પણ વાંચો-paytm યુઝર્સ માટે ખુશખબરી: કંપની આપશે 50 કરોડ રુપિયા કેશબેક...જાણો શા માટે..?

લોકોને ઓનલાઈન ખરીદીમાં (Online Shopping) સરળતા મળે તેથી આ શરૂઆત

બ્લોગપોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, સિમસિમમાં તાત્કાલિક કોઈ ફેરફાર નહીં થાય અને એપ સ્વતંત્ર રીતે કામ કરવાનું ચાલુ રાખશે. સિમસિમના સહ-સંસ્થાપક અમિત બગરિયા, કુણાલ સૂરી અને સૌરભ વશિષ્ઠે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, આ પ્લેટફોર્મની શરૂઆત સંપૂર્ણ ભારતમાં ઉપયોગકર્તાઓને સરળતાથી ઓનલાઈન ખરીદીમાં મદદ મળે તે માટે કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details