ગુજરાત

gujarat

ETV Bharat / business

ચંદા કોચરને 10 જૂનના રોજ ED સમક્ષ હાજર રહેવા નોટિસ - ED

નવી દિલ્હી: ઈડીએ ICICI બેન્કના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ ચંદા કોચરને શુક્રવારે 1875 કરોડ રૂપિયાના વીડિયોકોન લોન કેસ મામલે હાજર થવા નોટિસ આપી છે.

ફાઇલ ફોટો

By

Published : Jun 8, 2019, 11:11 AM IST

એક વરિષ્ઠ ઇડી અધિકારીએ જણાવ્યું હતું કે કોચરને 10 મી જૂને દિલ્હીના જામનગર ઑફિસમાં 10.30 વાગ્યે હાજર રહેવું પડશે. નાણાકીય તપાસ એજન્સી દ્વારા છેલ્લા મહિનામાં કોચરની પાંચ વાર પૂછપરછ થઇ ચૂકી છે.

આ કેસ 2009 અને 2011 ની વચ્ચે વિડિયોકોન ગ્રૂપને 1,875 કરોડના ધિરાણમાં કથિત અનિયમિતતા અને ભ્રષ્ટ આચરણ સાથે જોડાયેલો છે.

ICICI બેન્ક બેન્કના વડા ચંદા કોચર પર આરોપ છે કે, તેમણે તેમના પતિ દ્વારા સંચાલિત નૂપૉવર રિનેવેબલ્સ લિમિટેડને લાખો રૂપિયા ગેરકાયદેસર પ્રદાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details