લખનઉઃ અમેરિકાની બહુરાષ્ટ્રીય રિટેલ પ્રોડક્ટ કંપની વોલમાર્ટ અને ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart Walmart MoU with UP Government) એ ઉત્તર પ્રદેશમાં કાર્યરત્ કુટીર લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ની ક્ષમતા નિર્માણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાના ઉદ્દેશથી રાજ્યના એક્સપોર્ટ પ્રમોશન બ્યૂરો (Uttar Pradesh Export Promotion Bureau)ની સાથે ગુરુવારે એક MoU પર હસ્તાક્ષર (Flipkart Walmart MoU with UP Government) કર્યા હતા.
ઓનલાઈન રિટેલના માધ્યમથી MSMEને મળશે સહાય
આ ભાગીદારી અંતર્ગત વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ રાજ્યના MSMEને (Flipkart Walmart MoU with UP Government MSME) તેમના વ્યવસાયોને ડિજિટલ સ્વરૂપ (Digital format to MSME businesses) આપવામાં મદદ કરવાની સાથે સાથે તેમને ઓનલાઈન રિટેલના માધ્યમથી સમગ્ર ભારતમાં વસ્તુ વેચવામાં સક્ષમ બનાવશે. સાથે જ MSMEને પોતાની નિકાસ ક્ષમતા (Export potential of MSMEs) વધારવાની સાથે સાથે વોલમાર્ટની વૈશ્વિક પૂરવઠા સાંકળનો ભાગ બનવાની તક પણ મળશે.
ઉત્તરપ્રદેશના MSMEએ વિશ્વભરમાં ઓળખ બનાવીઃ પ્રધાન
રાજ્યના MSME (સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ) પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહે આ MoU અંગે (Minister Siddharth Nath Singh on MoU) જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના MSMEએ વિશ્વભરમાં ઓળખ બનાવી છે અને વર્ષ 2021માં રેકોર્ડ નિકાસ કરી છે. રાઈઝિંગ સ્ટાર્સ અને ઓડીઓપી (એક જિલ્લા એક વસ્તુ) જેવી યોજનાઓની મદદથી ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યમાં MSME માટે (Export potential of MSMEs) એક સારું વાતાવરણ (Good environment for MSMEs in Uttar Pradesh) બનાવ્યું છે તથા તેમની નિકાસને પ્રોત્સાહન આપવા અને નવા બજારોમાં જગ્યા બનાવવામાં પણ મદદ આપી રહી છે.
આ પણ વાંચો-Invest in Digital Gold: ડિજિટલ ગોલ્ડ રોકાણનો સારો વિકલ્પ છે કે નહીં, નિષ્ણાતો શું કહે છે, જુઓ