ગુજરાત

gujarat

ETV Bharat / business

પ્રવાસી ભાડા અને માલ ભાડાને તર્કસંગત બનાવવામાં આવશે: રેલવે બોર્ડ અધ્યક્ષ

નવી દિલ્હી: આર્થિક મંદીના કારણે ભારતીય રેલવેની આવક પ્રભાવિત થઈ છે. માહિતીના અધિકાર હેઠળ મગાયેલી માહિતી મુજબ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં રેલવેમાં પેસેન્જરની આવક વર્ષના પ્રથમ ક્વાર્ટર કરતા રુપિયા 155 કરોડ ઓછી થઈ જ્યારે માલભાડાની આવક રુપિયા 3 હજાર 901 કરોડ ઓછી થઈ હતી.

Railway Ticket
રેલવે ટિકિટ કાઉન્ટર

By

Published : Dec 27, 2019, 12:17 PM IST

રેલવે બોર્ડના અધ્યક્ષ વી. કે. યાદવે જણાવ્યું હતું કે, પ્રવાસી ભાડા અને માલ ભાડાને તર્કસંગત બનાવવામાં આવશે.

જોકે, આ પ્રક્રિયા અંતર્ગત ભાડામાં કેટલો વધારો કરવામાં આવશે તે અંગે જણાવવાનો રેલવે બોર્ડના અધ્યક્ષે ઈનકાર કર્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં યાદવે જણાવ્યું કે, ઘટતી આવકને પહોંચી વળવા ભારતીય રેલવે દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે.

જોકે, ભાડામાં વધારો કરવો એ એક સંવેદનશીલ મુદ્દો છે અને અંતિમ નિર્ણય લેતા પહેલાં આ અંગે લાંબી ચર્ચા કરવાની જરુર છે. યાદવે જણાવ્યું કે, 'અમે પ્રવાસી ભાડા અને માલ ભાડાને તર્કસંગત બનાવી રહ્યાં છીએ. આ અંગે વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યા છે. આ અંગે હું હાલમાં કંઈ વધારે કહી શકું નહીં. કારણ કે, આ એક સંવેદનશીલ મુદ્દો છે. માલ ભાડું પહેલેથી જ વધારે છે જેથી અમારું લક્ષ્ય મહત્તમ રોડ ટ્રાફિકને રેલવે તરફ આકર્ષવાનું છે.

આર્થિક મંદીના કારણે ભારતીય રેલવેની આવક પ્રભાવિત થઈ છે. માહિતીના અધિકાર હેઠળ મગાવવામાં આવેલી માહિતી મુજબ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં રેલવેમાં પેસેન્જરની આવક વર્ષના પ્રથમ ક્વાર્ટર કરતા રુપિયા 155 કરોડ ઓછી થઈ જ્યારે માલભાડાની આવક રુપિયા 3 હજાર 901 કરોડ ઓછી થઈ હતી.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન) પ્રવાસી ભાડાથી રેલવેને રુપિયા 13 હજાર 398.92 કરોડની આવક થઈ હતી. બીજા ક્વાર્ટરમાં (જુલાઈ-સપ્ટેમ્બર) આ આવક ઘટીને રુપિયા 13 હજાર 243.81 કરોડ થઈ ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details