- માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સનો આજે જન્મદિવસ
- બિલ ગેટ્સે કમ્પ્યુટર ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે જાણીતા છે
- તેમના જીવનમાંથી લોકોને મળશે સફળતાનો મંત્ર
નવી દિલ્હીઃ આજે 28 ઓક્ટોબર એટલે કે બિલ ગેટ્સનો 65મો જન્મદિવસ છે. દુનિયાની સૌથી મોટી કંપની માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ દુનિયાભરમાં કમ્પ્યુટરના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે પ્રખ્યાત છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તમને પણ બિલ ગેટ્સની કેટલીક ટિપ્સ જણાવીએ છીએ, જેનાથી તમે જીવનમાં સફળતા મેળવી શકશો. આમ તો બિલ ગેટ્સને કોઈ પણ પરિચયની જરૂર નથી. ગેટ્સનો જન્મ 28 ઓક્ટોબર 1955ના દિવસે વોશિંગ્ટનમાં થયો હતો. તેમણે 1975માં પાલ એલનની સાથે મળીને સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. ત્યારે કોણ જાણતું હતું કે, આ જોતજોતામાં દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપની બની જશે અને ગેટ્સ પર્સનલ કમ્પ્યુટરના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે જાણિતા છે. બિલ ગેટ્સની સફળતાની ગતિ ખૂબ જ ઝડપી હતી. આના જ કારણે તેઓ 32 વર્ષના થયા તે પહેલાં જ 1987માં તેમનું નામ અબજોપતિઓની ફોર્બ્સની યાદીમાં આવી ગયું હતું. અને ઘણા વર્ષો સુધી તેઓ આ યાદીમાં પહેલા જ સ્થાને ટકી રહ્યા.
બિલ ગેટ્સને ખૂબ જ પરોપકારી ગણવામાં આવે છે
- બિલ ગેટ્સે માઈક્રોસોફ્ટની ફૂલ ટાઈમ ચેરમેનશીપ 27 જૂન 2008માં છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ બિલ પોતાનો સંપૂર્ણ સમય પરોપકારી કામોમાં લગાવે છે. બિલ ગેટ્સના દિલમાં ભારત માટે વિશેષ સ્થાન છે. તેઓ અહીં ગરીબ અને જરૂરિયાતમંદોના વિકાસ માટે ચલાવવામાં આવતી સંસ્થાના કાર્યક્રમમાં દર વર્ષે આવતા હોય છે. ખૂબ જ ધનિક હોવા છતાં તેઓ ખૂબ સામાન્ય અને સહજ જીવ જીવે છે. તેમની કમાણીનો મોટો હિસ્સો ધર્માદા અને સમાજ સુધારણાના કાર્યમાં જ ખર્ચવામાં આવે છે. તેમણે બે પુસ્તકો પણ લખી છે, જેનું નામ ધ રોડ અહેડ અને બિઝનેસ એટ સ્પીટ ઓફ થોટ્સ છે.
- ટાઈમ પત્રિકાએ ગેટ્સનો ઉલ્લેખ એવા સો લોકોમાં કરી છે, જેમણે 20મી સદીને ખૂબ પ્રભાવિત કરી હોય. સાથે સાથે ગેટ્સ 2004, 2005 અને 2006માં સૌથી વધારે પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી પણ સૌથી વધારે પ્રભાવશાળી રહ્યા છે. ગેટ્સના લગ્ન ફ્રાંસિસી મેલિન્ડાની સાથે ડલાસ, ટેક્સાસમાં થયા હતા. ગેટ્સના ત્રણ બાળક છે, જેનિફર કૈથેરાઈન ગેટ્સ, રોરી જોન ગેટ્સ.