- દેશભરમાં આજે સતત 23મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં કોઈ વધારો નહીં
- સરકારી તેલ કંપનીઓએ કોઈ ભાવ વધારો ન કરતા આજે પણ કિંમત સ્થિર રહી
- મુંબઈમાં પેટ્રોલ 107.83 રૂપિયા લિટર તો ચેન્નઈમાં ભાવ 100ને પાર પહોંચ્યો
નવી દિલ્હીઃ સરકારી તેલ કંપનીઓ તરફથી આજે સતત 23મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર ન કરવામાં આવતા કોઈ ફેરફાર નથી થયો ગયા મહિનામાં 17 જુલાઈ પછી ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નહતો થયો. તે જ દિવસે પેટ્રોલની કિંમત 29થી 30 પૈસા વધી હતી. ત્યારબાદથી પેટ્રોલ-ડીઝલના ભાવ નથી વધ્યા.
આ પણ વાંચો-SCએ રિલાયન્સ-ફ્યુચર રિટેલ સાથેના વિવાદમાં Amazonની તરફેણમાં ચૂકાદો આપ્યો
સૌથી વધુ મોંઘું પેટ્રોલ મુંબઈમાં વેંચાય છે
આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા અને ડીઝલની કિંમત 97.45 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 102.08 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 93.02 રૂપિયા પ્રતિલિટર છે. તો ચેન્નઈમાં પણ પેટ્રોલ 100ને પાર પહોંચ્યું છે. અહીં પેટ્રોલ 102.49 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત 94.39 રૂપિયા પ્રતિ લિટર છે.
આ પણ વાંચો-RBIએ સતત સાતમી વખત વ્યાજ દર 4 ટકા પર યથાવત રાખ્યા
આ રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર