નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના ચેરમેન રજનીશ કુમારે કહ્યું હતું કે, બેન્ક લોન આપવા માટે તૈયાર છે, પરંતુ ગ્રાહકો લોન લેવા માટે આગળ આવી રહ્યા નથી. કુમારે મંગળવારે કહ્યું કે, આજે ગ્રાહક જોખમ લેવા અને લોન લેવાથી ડરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, બેન્ક સુક્ષ્મ, લઘુ તેમજ MSME ક્ષેત્રને ત્રણ લાખ કરોડ રુપિયાની લોન ગેરેન્ટી યોજનાને લઇને આશાવાદી છે. આ યોજના દ્વારા સરકારના અપ્રત્યક્ષ રુપે સાર્વજનિક ક્ષેત્રને બેન્કોમાં 30,000 કરોડ રુપિયા નાખ્યા છે.