ગુજરાત

gujarat

ETV Bharat / business

મજબૂતી સાથે શરૂ થયેલું Share Market આજે ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 214 પોઈન્ટ તૂટ્યો - નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) શેર બજારની (Share Market) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 214.18 પોઈન્ટ (0.37 ટકા) તૂટીને 57,338.21ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 55.95 પોઈન્ટ (0.33 ટકા)ના ઘટાડા સાથે 17,076ના સ્તર પર બંધ થયો છે.

મજબૂતી સાથે શરૂ થયેલું Share Market આજે ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 214 પોઈન્ટ તૂટ્યો
મજબૂતી સાથે શરૂ થયેલું Share Market આજે ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 214 પોઈન્ટ તૂટ્યો

By

Published : Sep 1, 2021, 6:06 PM IST

  • મજબૂતી સાથે શરૂ થયેલું શેર બજાર (Share Market) ઘટાડા સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 214.18 તો નિફ્ટી (Nifyt) 55.95 પોઈન્ટ તૂટીને બંધ થયો
  • વેપારના અડધા દિવસમાં બજારમાં નફાવસુલી ભારે રહી અને બજાર લાલ નિશાન પર બંધ થયું

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) શેર બજારની (Share Market)ની શરૂઆત મજબૂતી સાથે થઈ હતી, પરંતુ શેર બજાર બંધ નબળાઈ સાથે થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 214.18 પોઈન્ટ (0.37 ટકા) તૂટીને 57,338.21ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 55.95 પોઈન્ટ (0.33 ટકા)ના ઘટાડા સાથે 17,076ના સ્તર પર બંધ થયો છે. તો આજે ઈન્ટ્રાડેમાં નિફટી 17,200ને પાર નીકળ્યો હતો, પરંતુ વેપારના અડધા દિવસમાં બજારમાં નફાવસુલી ભારે રહી અને બજાર લાલ નિશાન પર બંધ થયું છે.

આ પણ વાંચોઃફુગાવાનો અંદાજ 5-6 ટકા, ભારત મજબૂત વૃદ્ધિ માટે તૈયાર : મુખ્ય આર્થિક સલાહકાર

આજે સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losres)

આજે સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 3.08 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 2.54 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 2.07 ટકા, નેસલે (Nestle) 1.84 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) 1.55 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની વાત કરીએ તો, એમ એન્ડ એમ (M&M) -2.97 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) -2.71 ટકા, કિપ્લા (Cipla) -2.54 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -2.13 ટકા, હિન્દલ્કો (Hindalco) -2.09 ટકા ગગડ્યા છે.

મજબૂતી સાથે શરૂ થયેલું Share Market આજે ઘટાડા સાથે બંધ થયું

આ પણ વાંચોઃRBIના ગવર્નરે ડિજિટલ કરન્સીની ટ્રાયલ અંગે કરી આ જાહેરાત

સિટી યુનિયન બેન્કના સ્ટોકમાં ફંડ બાયિંગ જોવા મળ્યું

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આજે સીટી યુનિયન બેન્ક (City Union Bank)ના સ્ટોકમાં ફંડ બાયિંગ (Fund Buying) જોવા મળ્યું છે. ત્યારે ડિલર્સ (Dealers)ને લાગે છે કે, આ સ્ટોકમાં 165-170ના લેવલ્સ નજીકના ટાર્ગેટના રૂપમાં જોવા મળી શકે છે. આમાં આજે 5 ટકાનું ઓપન ઈન્ટરેસ્ટ (Open Interest)ની સાથે ફ્રેસ લોન્ગ્સ (Fresh Longs) બનતા જોવા મળી રહ્યું છે. તો લાર્જ કેપ તરીકે ડિલિંગ રૂમ્સમાં ડીએલએફ (DLF) પર પોઝિશનલ ખરીદીની સલાહ આપવામાં આવી હતી. ડિલર્સ આ સમયે રિયલ એસ્ટેટ સ્ટોક્સ (Real Estate Stocks) પર પોઝિટિવ નજર બનાવીને બેઠા છે. ડિલર્સને આશા છે કે, આમાં 340-350 રૂપિયાના પોઝિશિનલી સ્તર જોવા મળી શકે છે. આજના દિવસે એચએનઆઈ બાયર્સ (HNIs Buyers) દ્વારા રિયલ એસ્ટેટ સ્ટોક્સ (Real Estate Stocks)માં ખરીદી જોવા મળી છે.

ABOUT THE AUTHOR

...view details