ગુજરાત

gujarat

ETV Bharat / business

ઉછાળા સાથે શરૂ થયું શેર બજાર, નિફ્ટી 14,400ને પાર - Bombay Stock Exchange

વૈશ્વિક બજારમાંથી મળતા હકારાત્મક સંકેતની અસર ભારતીય શેર બજાર પર થઈ છે. સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 328.37 પોઈન્ટ (0.69 ટકા)ના ઉછાળા સાથે 48,206.82ના સ્તર પર ચાલી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 141.25 પોઈન્ટ (0.96 ટકા)ની મજબૂતી સાથે 14,482.20ના સ્તર પર ચાલી રહ્યો છે.

business
business

By

Published : Apr 26, 2021, 10:07 AM IST

  • સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો
  • સેન્સેક્સ 328.37 પોઈન્ટ (0.69 ટકા)ના ઉછાળા સાથે ચાલી રહ્યો છે
  • નિફ્ટી 141.25 પોઈન્ટ (0.96 ટકા)ની મજબૂતી સાથે ચાલી રહ્યો છે

અમદાવાદઃ ગયા અઠવાડિયે સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજારનું ઓપનિંગ અને ક્લોઝિંગ બંને ઘટાડા સાથે થયું હતું, પરંતુ આ અઠવાડિયે સપ્તાહના પહેલા દિવસે સોમવારે ભારતીય શેર બજારમાં સુધારો જોવા મળ્યો છે. સોમવારે સેન્સેક્સ 328.37 પોઈન્ટ (0.69 ટકા)ના ઉછાળા સાથે 48,206.82ના સ્તર પર ચાલી રહ્યો છે. તો નિફ્ટી 141.25 પોઈન્ટ (0.96 ટકા)ની મજબૂતી સાથે 14,482.20ના સ્તર પર ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃસેન્સેક્સમાં ટોપ 10માંથી 9 કંપનીઓની માર્કેટમાં 1.33 લાખ કરોડનો ઘટાડો

આ શેર પર સૌની નજર રહેશે

શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે ત્યારે દિવસભર દિગ્ગજ શેર પર સૌની નજર રહેશે. સોમવારે કેડિલા હેલ્થ, સ્પાઈસ જેટ, લિન્ડે ઈન્ડિયા, ક્રેડિટ કાર્ડ કંપનીઓ અને શેલ્બી જેવી કંપનીઓના શેર પર સૌની નજર રહેશે.

આ પણ વાંચોઃRBIએ અમેરિકન એક્સપ્રેસ, ડાઈનર્સ ક્લબના નવા ગ્રાહકોને કાર્ડ આપવા પર પ્રતિબંધ લગાવ્યો

અમેરિકી બજારમાં શુક્રવારે રિકવરી જોવા મળી હતી

સપ્તાહના પહેલા દિવસે સોમવારે ગ્લોબલ સંકેત ફ્લેટ જોવા મળી રહ્યા છે. એશિયા અને SGX Niftyમાં નબળાઈ જોવા મળી રહી છે. જોકે, શુક્રવારે DOW 225 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો. શુક્રવારે અમેરિકી બજારમાં પણ રિકવરી જોવા મળી હતી. 228 પોઈન્ટના વધારા સાથે DOW 34,000ને પાર બંધ થયો હતો. જ્યારે S&P 500 પણ 1 ટકાના વધારા સાથે રેકોર્ડબ્રેક સ્તર પર બંધ થયો હતો. જ્યારે NASDAQમાં 1.4 ટકાની તેજી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details