- “વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા છે. ચીનની સ્થિતિ વિકટ બની
- ચીની રિયલ એસ્ટેટ ધિરાણકર્તા એવરગ્રેન્ડેના પતનને કારણે નાણાકીય કટોકટી
- ભારતીય નાણાકીય બજારમાં તરલતા અને ફુગાવાના પરિસ્થિતી વિચાર કરશે
દિલ્હી: ઘણા નિષ્ણાતો માને છે કે રિઝર્વ બેંક શુક્રવારે સમિતિના નિર્ણયની જાહેરાત કરશે ત્યારે રિઝર્વ બેંક (Reserve Bank of India) મુખ્ય આંતર-બેંક ધિરાણ દર,રેપો રેટ પર 4 ટકાની સ્થિતિ જાળવી રાખશે. છ-સભ્યની સમિતિ સ્થાનિક અને બાહ્ય પરિબળો કરી રહી છે, જેમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા પ્રવાહિતાના કેટલાક પગલાંને સમાપ્ત કરવાનો નિર્ણય અને ચીની રિયલ એસ્ટેટ ધિરાણકર્તા એવરગ્રેન્ડેના પતનને કારણે નાણાકીય કટોકટીનો સમાવેશ થાય છે. સમિતિ નિર્ણય લેતા પહેલા ભારતીય નાણાકીય બજારમાં તરલતા અને ફુગાવાના પરિસ્થિતી જેવા સ્થાનિક પરિબળો પર પણ વિચાર કરશે.
બ્લૂમબર્ગ દ્વારા હાથ ધરવામાં આવેલા 30 અર્થશાસ્ત્રીઓના સર્વેક્ષણમાં, તમામ 30 અર્થશાસ્ત્રીઓએ અપેક્ષા રાખી હતી કે, રિઝર્વ બેંક 4%પર રેપો રેટ જાળવી રાખશે. એ જ રીતે, પબ્લિક પોલિસી થિંક ટેન્ક એગ્રો ફાઉન્ડેશનની શેડો મોનેટરી પોલિસી કમિટીના સભ્યોએ પણ રિઝર્વ બેન્કને રેપો રેટ પર યથાવત સ્થિતિ જાળવી રાખવા અને અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા અનુકૂળ વલણ સાથે ચાલુ રાખવાની ભલામણ કરી હતી.
પૂર્વ મુખ્ય આર્થિક સલાહકારનુ નિવેદન
જ્યારે પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર (Economic advisor) અરવિંદ વિરમાણીએ ભલામણ કરી હતી કે આરબીઆઈએ પોલિસી દરો અંગે યથાવત સ્થિતિ જાળવી રાખવી જોઈએ. એસેટના ભાવો પર નજર રાખવી જોઈએ. વિરમાણીએ કહ્યું કે, હવે સરકારનું ધ્યાન નાણાકીયથી રાજકોષીયમાં બદલવું જોઈએ અને નીતિ સમિતિએ કોલસા અને વીજળીની કિંમતની અછત પર ધ્યાન આપવું જોઈએ અને જરૂરી પગલાં લેવા જોઈએ.
કોટક મહિન્દ્રા બેંકના વરિષ્ઠ ઉપાધ્યક્ષનુ નિવેદન
કોટક મહિન્દ્રા બેંકના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ઉપસ્ના ભારદ્વાજે(Upasna Bhardwaj) જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક અનિશ્ચિત વૈશ્વિક પૃષ્ઠભૂમિનો સામનો કરી રહી છે કારણ કે, ફેડ તેની સંપત્તિની ખરીદીમાં ઘટાડો કરવા માટે તૈયાર છે અને પુરવઠા-માંગની અસમાનતા ક્રૂડ ઓઇલ અને કોલસાના ભાવમાં છે. “અમે પોલિસી દરો અથવા વલણમાં કોઈ ફેરફારની અપેક્ષા રાખતા નથી, એમપીસીએ સંભવિત બહાર નીકળવાની નીતિ અંગે કેટલાક સંકેતો આપવાના રહેશે. જોકે મુખ્ય સંકેત તરીકે, આરબીઆઈએ વધતી જતી તરલતા સરપ્લસ અને વિક્રમજનક નાણાં બજારના દરો સાથે તેની અગવડતા જાહેર કરવાનું શરૂ કરી દીધું છે, ”ભારવજે એગ્રો ફાઉન્ડેશનની શેડો મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં જણાવ્યું હતું.