- ઓનલાઈન ભોજન મગાવવાની સુવિધા આપતી કંપની સ્વિગી ધંધો વધારવાની દિશામાં
- સ્વિગી કરિયાણાનો સામાન પૂરો પાડતા એકમ ઈન્સ્ટામાર્ટમાં કરશે 70 કરોડ ડોલરનું રોકાણ
- કંપની મોટી સંખ્યામાં 'ડાર્ક સ્ટોર'ને જોડવાની સાથે ડિલીવરી પણ ઝડપી કરશે
નવી દિલ્હીઃ ઓનલાઈન ભોજન મગાવવાની સુવિધા આપતી કંપની સ્વિગી (Swiggy, a company that offers online meal ordering) હવે પોતાનો ધંધો વધારવાની દિશામાં કામ કરી રહી છે. કંપનીએ ગુરુવારે કહ્યું હતું કે, તેઓ હવે કરિયાણાનો સામાન પૂરો પાડતા એકમ ઈન્સ્ટામાર્ટમાં (Grocery Supply Unit InstaMart) 70 કરોડ ડોલર (અંદાજે 5,250 કરોડ રૂપિયા)નું રોકાણ કરશે.
આ પણ વાંચો-Business News: નવેમ્બરમાં નિકાસ 26 ટકા વધીને 29.88 અબજ ડોલરે પહોંચી, આયાતમાં 57 ટકાનો ઉછાળો
ઈન્સ્ટામાર્ટ હવે 18 શેહરોમાં આપી રહી છે સેવા
વર્ષ 2020માં ગુરુગ્રામ અને બેંગલુરુમાં કામ શરૂ કર્યા પછી સ્વિગી ઈન્સ્ટામાર્ટ (Grocery Supply Unit InstaMart) હવે 18 શહેરોમાં ગ્રાહકોની સેવા આપી રહી છે અને દર સપ્તાહે 10 લાખથી વધુ ઓર્ડર પૂરા કરે છે. ગયા મહિનામાં સ્વિગી ઈન્સ્ટામાર્ટે દરેક દિવસે એકથી વધુ 'ડાર્ક સ્ટોર' (માત્ર ઓનલાઈન સામાનના ઓર્ડરને પૂરા કરનારી દુકાન)ને જોડી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, કંપની મોટી સંખ્યામાં 'ડાર્ક સ્ટોર'ને જોડવાની સાથે જાન્યુઆરી 2022 સુધી પોતાના ગ્રાહકોને 15 મિનીટમાં સામાનની ડિલીવરી કરશે.