ગુજરાત

gujarat

ETV Bharat / business

શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 14,600ને પાર - Nifty

સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે ભારતીય શેર બજારની શરૂઆત મજબૂત થઈ છે. આજે સેન્સેક્સ 314.66 પોઈન્ટ (0.65 ટકા)ના વધારા સાથે 48,568.17 પર જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ નિફ્ટી 107.65 પોઈન્ટ (0.74 ટકા)ના વધારા સાથે 14,604.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

By

Published : May 5, 2021, 10:53 AM IST

  • બુધવારે શેર બજારની મજબૂત શરૂઆત
  • સેન્સેક્સમાં 314.66 પોઈન્ટનો ઉછાળો
  • નિફ્ટીમાં 107.65 પોઈન્ટનો વધારો થયો

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે ભારતીય શેર બજારની શરૂઆત મજબૂત થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 314.66 પોઈન્ટ (0.65 ટકા)ના વધારા સાથે 48,568.17 પર જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 107.65 પોઈન્ટ (0.74 ટકા)ના વધારા સાથે 14,604.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃફાઈઝર ભારતને 70 મિલિયન ડોલરની કોવિડ ટ્રિટમેન્ટ ડ્રગ્સ દાન કરશે

આ શેર પર સૌની નજર રહેશે

શેર બજારની શરૂઆત ધમાકેદાર થઈ હોવાથી સમગ્ર દિવસમાં ભારે ઉથલપાથલ જોવા મળશે. આજે PFIZER/ASTRAZENCA/DRL, INTERGLOBE AVIATION, GATI, HAL, MAHARASHTRA SEAMLESS, AMBUJA CEMENTS, AARTI INDUSTRIES જેવા શેર્સ પર સૌની નજર ટકી રહેશે.

આ પણ વાંચોઃએપ્રિલમાં શહેરોમાં ગ્રાહકોનો વિશ્વાસ ઘટ્યો : સર્વે

જાપાનનું બજાર અને નિક્કેઈ આજે બંધ રહેશે

અમેરિકામાં DOW JONESમાં મંગળવારે નીચલા સ્તરથી 350 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી, પરંતુ મંગળવારે ટેક શેર્સના દબાણના કારણે US માર્કેટ પર દબાણ જોવા મળ્યું હતું. આજે DOW FUTURES પણ 70 પોઈન્ટ ઉપર જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ એશિયામાં જાપાનનું બજાર આજે પણ બંધ છે. SGX NIFTY 87 પોઈન્ટના વધારા સાથે 14,619.50 પોઈન્ટની આસપાસ ચાલી રહ્યો છે. જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.82 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ આજે બંધ છે. તાઈવાનનું બજાર 0.17 ટકાના મામૂલી વધારા સાથે 16,962.97ના સ્તર પર ચાલી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.01 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details