ગુજરાત

gujarat

ETV Bharat / business

શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 14,500ને પાર - Nifty

સપ્તાહના બીજા દિવસે મંગળવારે ભારતીય શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 159.51 પોઈન્ટ (0.33 ટકા)ના વધારા સાથે 48,546.02ના સ્તર પર ચાલી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50.60 પોઈન્ટ (0.35 ટકા)ની મજબૂતી સાથે 14,535.60ના સ્તર પર ચાલી રહ્યો છે.

શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 14,500ને પાર
શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 14,500ને પાર

By

Published : Apr 27, 2021, 10:04 AM IST

  • મંગળવારે શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ
  • સેન્સેક્સ 159.51 પોઈન્ટનો વધારો થયો
  • નિફ્ટી 50.60 પોઈન્ટનો વધારો થયો

અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી મળતા મિશ્ર વૈશ્વિક સંકેતની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી છે. મંગળવારે ભારતીય શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 159.51 પોઈન્ટ (0.33 ટકા)ના વધારા સાથે 48,546.02ના સ્તર પર ચાલી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50.60 પોઈન્ટ (0.35 ટકા)ની મજબૂતી સાથે 14,535.60ના સ્તર પર ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃસેન્સેક્સમાં ટોપ 10માંથી 9 કંપનીઓની માર્કેટમાં 1.33 લાખ કરોડનો ઘટાડો

બેન્કિંગ શેર પર સૌની નજર રહેશે

મંગળવારે દિવસભર શેર બજારમાં બેન્કિંગ શેર પર સૌની નજર રહેશે. RBIએ બેન્કોના CEO, MD અને WTDના કાર્યકાળ અંગે નવો સર્ક્યૂલર જાહેર કર્યો છે. આ પદો પર 15 વર્ષથી વધુ કોઈ એક વ્યક્તિ નિયુક્ત નથી રહી શકતો.

આ પણ વાંચોઃRBIએ અમેરિકન એક્સપ્રેસ, ડાઈનર્સ ક્લબના નવા ગ્રાહકોને કાર્ડ આપવા પર પ્રતિબંધ લગાવ્યો

સોમવારે S&P 500 અને NASDAQ રેકોર્ડ સ્તર પર બંધ થયો

ભારતીય શેર બજાર માટે મિશ્ર વૈશ્વિક સંકેત મળી રહ્યા છે. અમેરિકામાં સોમવારે S&P 500 અને NASDAQ રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો. તો એશિયાઈ બજારમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. SGX Nifty સામાન્ય વધારા સાથે ચાલી રહ્યો છે. સોમવારે DOW 62 પોઈન્ટ ગગડ્યો હતો. જ્યારે નિક્કેઈ 0.16 ટકાની કમજોરી સાથે 29,078ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ સાથે જ સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.38 ટકાની તેજી જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 0.27 ટકાના વધારા સાથે 17,619.54ના સ્તર પર ચાલી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details