- શેરબજારમાં વિક્રમ સંવત 2078ના નવા વર્ષના મુહૂર્ત ટ્રેડિંગ
- સેન્સેક્સ 295 અને નિફટી 87 પોઈન્ટ વધ્યા
- ઓટો અને પીએસયુ બેંકના શેરોમાં નવી લેવાલી
અમદાવાદ- શેરબજારમાં ( Stock Market ) વિક્રમ સંવત 2078ના નવા વર્ષે નવી તેજી થાય તેવી આશા સાથે મુહૂર્ત ટ્રેડિંગ થયા હતા. કોરોનાને કારણે બજારમાં ઈન્વેસ્ટરોની પ્રત્યક્ષ ભીડ ન હતી, પણ બધાએ ટોકનરૂપી ટ્રેડિંગનો એક સોદો કર્યો હતો. ઓટો અને પીએસયુ બેંકના શેરોમાં નવી લેવાલી આવી હતી અને તેમણે બજારમાં તેજીની આગેવાની લીધી હતી.
અમેરિકાનો જોબલેસ ડેટા નબળો આવ્યો
બીએસઈ સેન્સેક્સ ખૂલી 60,207.97 વધી 60,207.97 ઘટી 60,011.46 બંધ 60,067.62 + 295.70 + 0.49 ટકા આગલો બંધ 59,771.92 |
અમેરિકામાં સતત પાંચમી વખત જોબલેસ ડેટા નબળા આવ્યા છે. જેને કારણે વિદેશના સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ નરમાઈ તરફી હતું. પણ ભારતીય શેરબજારમાં ( Stock Market ) નવી લેવાલી આવી હતી. કેન્દ્ર સરકારે પેટ્રોલમાં લિટરે રૂપિયા 5 અને ડીઝલમાં લિટરે રૂપિયા 10ની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. તેમજ 13 રાજ્યની સરકારે પણ વેટમાં ઘટાડો કર્યો છે. આમ પેટ્રોલ અને ડીઝલ સસ્તા થયા છે, આથી મોંઘવારીનો દર ઘટીને આવશે, જે ધારણાએ શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય બન્યું હતું. આથી ઓટોમોબાઈલ સ્ટોકમાં નવી લેવાલી આવી હતી.
એનએસઈ નિફટી ખૂલી 17,935.05 વધી 17,947.55 ઘટી 17,900.60 બંધ 17,916.80 + 87.60 + 0.49 ટકા આગલો બંધ 17,829.20 |