- વૈશ્વિક સ્ટોક માર્કેટ તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
- સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય સ્ટોક માર્કેટની ફ્લેટ શરૂઆત
- સેન્સેક્સ 68.55 અને નિફ્ટી 12.05 પોઈન્ટનો વધારો
અમદાવાદઃ વૈશ્વિક સ્ટોક માર્કેટ (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 68.55 પોઈન્ટ (0.12 ટકા)ના વધારા સાથે 58,185.64ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 12.05 પોઈન્ટ (0.07 ટકા)ના વધારા સાથે 17,336.95ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-Employment opportunities for Youth: 6થી 9 મહિનામાં 6,000થી વધુ ભરતીઓની સંભાવના
આજે આ સ્ટોક ચર્ચામાં રહેશે
આજે દિવસભર આઈટીસી (ITC), મોલ્ડ ટેક પેકેજિંગ (Mold Tech Packaging), પેટીએમ (Paytm), નાયકા (Nykaa) જેવી કંપનીના સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો-Union Minister Piyush Goyal on Plastic Production: ભારતે પ્લાસ્ટિક ઉત્પાદનનું ટર્નઓવર 10 લાખ કરોડ રૂપિયા સુધી વધારવું જોઈએ
વૈશ્વિક સ્ટોક માર્કેટ પર એક નજર
વૈશ્વિક સ્ટોક માર્કેટ (World Stock Market) પર નજર કરીએ તો, આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટીમાં 21.50 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.08 ટકાની નબળાઈ સાથે 28,409.40ની આસપાસ જોવા મળી રહ્યું છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.19 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 0.09 ટકાના ઉછાળા સાથે 17,615.47ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.19 ટકાના વધારા સાથે 23,680.15ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે કોસ્પીમાં 0.33 ટકાનો ઘટાડો તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.09 ટકાના ઘટાડા સાથે 3,658.13ના સ્તર પર જોવા મળી રહ્યું છે.