ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: બીજા દિવસે મજબૂતી સાથે વેપાર, સેન્સેક્સ 444 પોઈન્ટ ઉછળ્યો - Stock Market Live

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજારની (Stock Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 444.17 પોઈન્ટ (0.78 ટકા)ના વધારા સાથે 57,191.31ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 134.35 પોઈન્ટ (0.79 ટકા)ના વધારા સાથે 17,046.60ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: બીજા દિવસે મજબૂતી સાથે વેપાર, સેન્સેક્સ 444 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India: બીજા દિવસે મજબૂતી સાથે વેપાર, સેન્સેક્સ 444 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Dec 7, 2021, 10:39 AM IST

  • વૈશ્વિક બજાર તરફથી સારા સંકેત મળી રહ્યા છે
  • સેન્સેક્સ 444.17 અને નિફ્ટી 134.35 પોઈન્ટ ઉછળ્યો
  • સેન્સેક્સ ફરી એક વાર 58,000ની નજીક પહોંચ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. તેના કારણે આજે (મંગળવારે) સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારની (Stock Market India) પણ શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 444.17 પોઈન્ટ (0.78 ટકા)ના વધારા સાથે 57,191.31ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 134.35 પોઈન્ટ (0.79 ટકા)ના વધારા સાથે 17,046.60ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Corona Effect on Office Market: ભારતના ઓફિસ માર્કેટને કોવિડ પહેલાના સ્તરે પહોંચવામાં બે વર્ષ લાગશેઃ કોલિયર્સ

આજે આ સ્ટોક ચર્ચામાં રહેશે

આજે દિવસભર કાર્દા કન્ટ્રક્શન્સ (Karda Constructions), એલજી બાલાક્રિષ્નન એન્ડ બ્રધર્સ (LG Balakrishnan & Brothers), એમટી એડ્યુકેર (MT Educare), જીએસએસ ઈન્ફોટેક (GSS Infotech), રેઈન ઈન્ડસ્ટ્રીઝ (Rain Industries), ઈન્ડો કાઉન્ડ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ જીએચસીએલ (Indo Count Industries and GHCL), કર્ણાટકા બેન્ક (Karnataka Bank), ધ ફોનિક્સ મિલ્સ (The Phoenix Mills), એચએફસીએલ (HFCL), વિપ્રો (Wipro) જેવા સ્ટોક ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો-ભારત દુ:ખદાયક સમય છે, અર્થવ્યવસ્થા 2019થી પણ નીચેના સ્તર પર : અભિજીત બેનર્જી

વૈશ્વિક બજાર પર એક નજર

વૈશ્વિક બજારની (World Stock Market) વાત કરીએ તો, આજે એશિયન માર્કેટમાં મજબૂતી જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી 82 પોઈન્ટની ઉપર જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 1.25 ટકાની તેજી સાથે 28,276.55ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ સાથે જ સ્ટ્રેઈટ ટાઈમ્સમાં પણ 0.36 ટકાની તેજી જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.06 ટકાની સામાન્ય તેજી સાથે 17,699.52ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ 1.24 ટકાની તેજી સાથે 23,639.11ના સ્તર પર જોવા મળી રહ્યું છે.તો કોસ્પીમાં 0.18 ટકાની મજબૂતી જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.41 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details